AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Investment Plan: સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? જાણો શ્રેષ્ઠ વિકલ્પ અને લેટેસ્ટ રેટ

કોમોડિટી એક્સપર્ટના મતે આગામી થોડા વર્ષોમાં સોનું 55 હજારથી 60 હજારની રેન્જમાં પહોંચી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હોય તો હાલનું સ્તર ખરીદવા માટે સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરવાથી તમને ફાયદો થઈ શકે છે.

Gold Investment Plan: સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? જાણો શ્રેષ્ઠ વિકલ્પ અને લેટેસ્ટ રેટ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 9:56 AM
Share

સોનું(Gold) હંમેશા ભારતીયોની પ્રથમ પસંદગી રહ્યું છે. ભારતમાં અન્ય રોકાણ માધ્યમો કરતાં સોનાને હંમેશા સારી સંપત્તિ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનું વિશ્વભરના રોકાણકારો માટે સલામત રોકાણ તરીકે ઉભરી આવ્યું છે. જ્ઞાન વિના સોનામાં રોકાણ ક્યારે? કેટલું? અને કેવી રીતે કરવું? તે પણ મુદ્દો છે. સોનામાં રોકાણ કરવા(Gold Investment Plan) માટે પણ ઘણા વિકલ્પો છે. આવી સ્થિતિમાં કયો વિકલ્પ અપનાવવો જોઈએ તે નક્કી કરવું મુશ્કેલ બને છે. કોમોડિટી એક્સપર્ટના મતે આગામી થોડા વર્ષોમાં સોનું 55 હજારથી 60 હજારની રેન્જમાં પહોંચી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હોય તો હાલનું સ્તર ખરીદવા માટે સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરવાથી તમને ફાયદો થઈ શકે છે. સોનું ખરીદવા અથવા રોકાણ કરવા માટે 3 શ્રેષ્ઠ વિકલ્પો છે.

1. ફિઝિકલ ગોલ્ડ

ગ્રાહકો કોઈપણ જ્વેલરી શોપની મુલાકાત લઈને સોનું ખરીદી શકે છે. સોનાની શુદ્ધતા માટે સરકારે હોલમાર્કિંગના નિયમો નક્કી કર્યા છે. દેશના મોટાભાગના લોકો ફિઝિકલ સોનું ખરીદવાનું પસંદ કરે છે. આગામી સમયમાં સારા વળતરની સંભાવના છે. જો કે આ સોનુ રાખવાની મર્યાદા છે.

2. Gold ETF માં રોકાણ

સોનામાં રોકાણ કરવાનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ ગોલ્ડ ઇટીએફ છે. Gold ETF એક એવું રોકાણ છે,જેનો ઉપયોગ ટૂંકા અને લાંબા ગાળા માટે થઈ શકે છે. સોનામાં રોકાણ કરતા ETFમાં કોઈ જોખમ નથી અને સ્ટોરેજની જરૂરિયાત નથી. તે ખૂબ સલામત રોકાણની શ્રેણીમાં પણ આવે છે.

3. સોવરિન ગોલ્ડ બોન્ડ

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. તેથી, તેની સલામતીની ગેરંટી છે. સોવરિન ગોલ્ડ બોન્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પ્રારંભિક રોકાણની રકમ પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત વ્યાજ દર સાથે આવે છે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

સોનામાં શા માટે રોકાણ કરવું જોઈએ?

સોના પરનું વળતર હંમેશા મોંઘવારીને હરાવવામાં સફળ રહ્યું છે. બીજી બાજુ જો ભવિષ્યમાં કોઈ કટોકટી હોય અને પૈસાની જરૂર હોય તો આ સ્થિતિમાં તમે સોનાના રોકાણ પર આધાર રાખી શકો છો. આ એટલા માટે છે કારણ કે તમે તેને બજારમાં ઝડપથીઅને સરળતાથી વેચી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 50892.00    +104.00 (0.20%) –  09:39 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52528
Rajkot 52548
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51700
Mumbai 51810
Delhi 51810
Kolkata 51810
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 46492
USA 45664
Australia 45728
China 45724
(Source : goldpriceindia)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">