GOLD : 10 વર્ષમાં સોનાના રોકાણકારો માટે ખરાબ સમય, રોકાણકારો મૂંઝવણમાં મુકાયા

|

Jan 29, 2021 | 9:15 AM

સોના (Gold)માં રોકાણ કરનારા રોકાણકારો માટે માઠાં સમાચાર છે. સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં આ મહિને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

GOLD : 10 વર્ષમાં સોનાના રોકાણકારો માટે ખરાબ સમય, રોકાણકારો મૂંઝવણમાં મુકાયા
સોનાના દામ ફરી વધવા લાગ્યા છે.

Follow us on

સોના (Gold)માં રોકાણ કરનારા રોકાણકારો માટે માઠાં સમાચાર છે. સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં આ મહિને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે, જે તેનું 2011 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગુરુવારે સતત પાંચમાં દિવસે ઘટ્યા હતા. ઓગષ્ટ 2020 ના સોનાનો પ્રતિ ૧૦ ગ્રામના ઉપરી સ્તર 56,200 થી આશરે 7,500 રૂપિયા જેટલો ગગડ્યો છે.

MCX પર સોનાનો વાયદા ભાવ 0.33 ટકા ઘટીને રૂ 48702 પર પ્રતિ 10 ગ્રામ થયો છે. તે જ સમયે, ચાંદીનો ભાવ એક ટકાના ઘટાડા સાથે 65866 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ગુરુવારે વૈશ્વિક બજારોમાં યુએસ ડોલરની મજબૂતીને પગલે સોનાના દરમાં ઘટાડો થયો છે. સોનું 0.3 ટકા ઘટીને 1839.21 ડોલર પ્રતિ ઔંસ નોંધાયું હતું.

ગોલ્ડ ઇટીએફનો પણ ટ્રેન્ડ ઘટ્યો
ગોલ્ડ ઇટીએફ સોનાના ભાવ પર આધારિત છે. ભાવમાં વધારા – ઘટાડા સાથે તેના ભાવમાં પણ ફેરફાર થાય છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ સમર્થિત એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ અથવા ગોલ્ડ ઇટીએફ,એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના હોલ્ડિંગ્સ, બુધવારે 0.3 ટકા ઘટીને 1169.17 ટન રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2020 માં 25 ટકાનો વધારો થયો હતો.
કોરોના વાયરસની અસરો ઘટાડવા માટે વિશ્વભરની કેન્દ્રીય બેંકો અને સરકારો દ્વારા નાણાકીય પગલાં લેવા ગયા વર્ષે સોનાના ભાવમાં 25 ટકાનો વધારો થયો હતો, જ્યારે ચાંદી લગભગ 50 ટકા વધી હતી. સોનાને મોંઘવારી અને ચલણના અવમૂલ્યનથી બચાવવાવાળું માનવામાં આવે છે.

ભારતની સોનાની માંગમાં 35 ટકાનો ઘટાડો થયો છે
ગયા વર્ષે એટલે કે 2020 માં દેશની સોનાની માંગ 35 ટકાથી વધુ ઘટીને 446.4 ટન રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(WGC) ના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. WGCની 2020 ની સોનાની માંગ પર, અહેવાલમાં નોંધ્યું છે કે કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉન અને કિંમતી ધાતુઓની કિંમતો સર્વકાળની ઊંચાઈએ પહોંચેલા સોનાની માંગમાં ઘટાડો થયો છે. ડેટા અનુસાર ગયા વર્ષ ની સરખામણીએ સોનાની માંગ 14 ટકા ઘટીને રૂ 1,88,280 કરોડ થઈ છે. વર્ષ 2019 માં મૂલ્ય પ્રમાણે સોનાની માંગ 2,17,770 કરોડ રૂપિયા હતી.

Next Article