GOLD : શેરબજારમાં ઉતાર – ચઢાવ વચ્ચે સોનામાં તેજી આવી રહી છે, હાલ ખરીદીનો યોગ્ય સમય કે કરવો જોઈએ ઇંતેજાર?

|

May 21, 2022 | 3:10 PM

એક મીડિયા રિપોર્ટમાં રેલિગેર બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ એનાલિસ્ટ વિપુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સતત ચાર સપ્તાહથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અઠવાડિયે તે તેજી સાથે બંધ થયું છે .

GOLD : શેરબજારમાં ઉતાર - ચઢાવ વચ્ચે સોનામાં તેજી આવી રહી છે, હાલ ખરીદીનો યોગ્ય સમય કે કરવો જોઈએ ઇંતેજાર?
symbolic image

Follow us on

છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં સોના(Gold)ની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. 18 મેના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂ. 50218, 19 મેના રોજ 50544 અને 20 મેના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 310 વધીને રૂ. 50845 પ્રતિ દસ ગ્રામ પર બંધ થયુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બે દિવસથી સોનામાં તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહે સ્પોટ સોનું 4 ડોલર વધીને 1845 ડોલરના સ્તરે બંધ થયું છે. કોમોડિટી બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ડોલર ઈન્ડેક્સ અને રૂપિયામાં ઘટાડાની સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ભારે વેચવાલીને કારણે સોનાની માંગમાં વધારો થયો છે અને તેના ભાવ વધવા લાગ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ તેજીમાં MCX પર સોનું 52100ના સ્તરે પહોંચી શકે છે અને સ્પોટ ગોલ્ડ 1780 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી શકે છે.

એક મીડિયા રિપોર્ટમાં રેલિગેર બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ એનાલિસ્ટ વિપુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સતત ચાર સપ્તાહથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અઠવાડિયે તે તેજી સાથે બંધ થયું છે . ડૉલર ઇન્ડેક્સમાં આ સપ્તાહે 1.39 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 103.015ના સ્તરે બંધ થયો હતો. ગયા અઠવાડિયે ડૉલર ઈન્ડેક્સ 105 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. ડોલરમાં ઘટાડાને કારણે સોનાની માંગ વધી છે. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં વેચવાલીના કારણે પણ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આકર્ષાયા છે.

મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય

વિપુલે કહ્યું કે મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય છે. ઊર્જાના ભાવ હજુ પણ ઊંચા છે જેના કારણે મોંઘવારી વધી શકે છે. આવી સ્થિતિમાં મોંઘવારી સામે હેજિંગ માટે સોનાની માંગ વધી શકે છે. યુક્રેન પર હુમલાના કારણે રશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધથી વૈશ્વિક બજારમાં તેલની કિંમતમાં વધુ ઉછાળો આવી શકે છે. ચીનમાં લોકડાઉનમાં છૂટછાટને કારણે ઈંધણની માંગ વધુ વધી શકે છે. આ કારણે મોંઘવારી વધવાની સંભાવના છે જેના કારણે સોનાની કિંમતમાં વધારો થવાની આશંકા છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

સોનું 52100 સુધી પહોંચી શકે છે

એક્સિસ સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ પ્રિતમ પટનાયકે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં સોનાની કિંમત 1820-1860 ડોલરની રેન્જમાં રહેવાની ધારણા છે. વિપુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 49500નું સ્તર સ્થાનિક બજારમાં સોના માટે સપોર્ટ તરીકે કામ કરશે. જો કિંમત આનાથી નીચે તૂટે છે તો 48800 રૂપિયા પર બીજો સપોર્ટ મળશે. આંતરરાષ્ટ્રીય બજાર માટે આ સપોર્ટ 1780 ડોલરનો હશે. જો ભાવ વધે તો સ્થાનિક બજારમાં સોનું 51500ના સ્તરે પહોંચીને 52100ના સ્તરે પહોંચી શકે છે.

 

Next Article