GoAir IPO: 2500 કરોડના લક્ષય સાથે કંપની ઓફર લાવશે , જાણો શું છે એરલાઇન્સ કંપનીના પ્લાનિંગ

|

Mar 26, 2021 | 7:41 AM

GoAir IPO: વાડિયા ગ્રુપની માલિકીની GoAIR ના 2500 કરોડ રૂપિયાનો IPO આગામી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના હવાલેથી આ માહિતી મળી રહીછે.

GoAir IPO:  2500  કરોડના લક્ષય સાથે કંપની ઓફર લાવશે , જાણો શું છે એરલાઇન્સ કંપનીના પ્લાનિંગ
IPO - GoAir

Follow us on

GoAir IPO: વાડિયા ગ્રુપની માલિકીની GoAIR ના 2500 કરોડ રૂપિયાનો IPO આગામી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના હવાલેથી આ માહિતી મળી રહીછે. એપ્રિલમાં કંપની પ્રક્રિયા હાથ ધરી શકે છે. નો-ફ્રિલ્સ એરલાઇન તેના વિસ્તરણ યોજના પર કામ કરી રહી છે અને આ માટે ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) ભંડોળ એકત્ર કરવામાં મદદરૂપ થશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર GoAIR એક IPO દ્વારા સામાન્ય રોકાણકારો પાસેથી 2500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે અને તે એપ્રિલના બીજા અઠવાડિયામાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ના ડ્રાફ્ટ ફાઇલ કરી શકે છે . આ મુદ્દા અંગે એરલાઇન્સ કંપનીના CEO કૌશિક ખોનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીની નીતિ મુજબ બજારની અટકળો અંગે કોઈ ટિપ્પણી કરી શકાય તેમ નથી. હાલમાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો માત્ર બે લિસ્ટેડ એરલાઇન્સ છે.

કંપનીઓ સાથે વિચારવિમર્શ શરુ કરાયો
પ્રાપ્ત માહિતી મુજબ આઇસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ સાથે સૂચિત આઇપીઓ અંગે ચર્ચા ચાલી રહી છે. આ સિવાય સિટી ગ્રુપ અને મોર્ગન સ્ટેનલી પણ એરલાઇનના આઈપીઓમાં મદદનીશ છે. GoAir એ 2005 થી તેની કામગીરી શરૂ કરી. GoAir 10 આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત 39 સ્થાનો પર ફ્લાઇટ સેવાઓ પૂરી પાડે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હાલ બે એરલાઇન્સ લિસ્ટેડ છે
એક્સચેન્જમાં હાલમાં માત્ર બે ભારતીય એરલાઇન્સ, સ્પાઇસ જેટ અને ઈન્ડિગોની લિસ્ટ છે અને તેના પર ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. આ બંને સિવાય બીજી એરલાઇન જેટ એરવેઝ છે જે નાણાકીય સંકટને કારણે એપ્રિલ 2019 માં બંધ થઈ હતી અને કિંગફિશર એરલાઇન્સ પણ પહેલા એક્સચેંજમાં લિસ્ટ થઈ હતી. ભારતમાં સાત મોટી એરલાઇન્સ ઘરેલું ફ્લાઇટ્સ સર્વિસ પૂરી પાડે છે.

Published On - 7:39 am, Fri, 26 March 21

Next Article