વૈશ્વિક બજારોમાં મિશ્ર પ્રતિસાદ: અમેરિકા અને યુરોપમાં તેજી સામે એસજીએક્સ નિફ્ટી 0.49% ઘટ્યો

|

Nov 04, 2020 | 11:39 AM

વૈશ્વિક બજારોમાં મિશ્રા પ્રતિસાદ જોવા મળ્યો છે. અમેરિકા અને યુરોપના બજારોએ તેજી નોંધાવી છે જયારે એશિયાઈ બજાર કારોબારની સ્પષ્ટ દિશા નક્કી કરી શક્યા નથી. ડાઓ જોન્સમાં ૨ ટકાની મુજબૂતી નોંધાઈ છે. અમેરિકન બજારો સાથે યુરોપના બજારમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જયારે એસજીએક્સ નિફ્ટીમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 554.98 અંક સાથે 2.06 […]

વૈશ્વિક બજારોમાં મિશ્ર પ્રતિસાદ: અમેરિકા અને યુરોપમાં તેજી સામે એસજીએક્સ નિફ્ટી 0.49% ઘટ્યો

Follow us on

વૈશ્વિક બજારોમાં મિશ્રા પ્રતિસાદ જોવા મળ્યો છે. અમેરિકા અને યુરોપના બજારોએ તેજી નોંધાવી છે જયારે એશિયાઈ બજાર કારોબારની સ્પષ્ટ દિશા નક્કી કરી શક્યા નથી. ડાઓ જોન્સમાં ૨ ટકાની મુજબૂતી નોંધાઈ છે. અમેરિકન બજારો સાથે યુરોપના બજારમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જયારે એસજીએક્સ નિફ્ટીમાં ઘટાડો નોંધાયો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 554.98 અંક સાથે 2.06 ટકાની મજબૂતીનોંધાવી 27480.03 ના સ્તર પર કારોબાર બંધ કર્યો હતો. નાસ્ડેક પણ વૃદ્ધિ નોંધાવી છે . સૂચક આંકમાં 202.96 અંક એટલે કે 1.85 ટકાના વધારાની સાથે 11,160.57 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 58.92 અંક મુજબ 1.78 ટકાની મજબૂતીની સાથે 3,369.16 ના સ્તર પર બંધ થયા છે. યુરોપિયન બજારમાં પણ તેજી જોવા મળી હતી. યુકે એફટીએસઇ ઈન્ડેક્સ 2.33% વધીને બંધ થયા છે. ફ્રાન્સનો સીએસી ઈન્ડેક્સ 2.44% વધીને 4,805.61 પર બંધ રહ્યો છે. જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ 2.55% વધીને 12,089.00 ની સપાટીએ બંધ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. શંધાઈ કંપોઝિટ 5.15 અંક મુજબ 0.16 ટકા તૂટીને 3,265.92 ના સ્તર પર દેખાય રહ્યા છે.જાપાનના બજાર નિક્કેઈ 330.90 અંક એટલે કે 1.42 ટકા વધીને 23,626.38 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 82.50 અંક એટલે કે 0.70 ટકાના ઘટાડાની સાથે 11,744 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.10 ટકા મામૂલી ઘટાડા સાથે ઘટ્યો છે. હેંગ સેંગમાં 0.81 ટકાની નબળાઈ દેખાય રહી છે. કોરિયાઈ બજાર કોસ્પી 0.07 ટકા મામૂલી વધારાની સાથે 2,344.84 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાનના બજાર 0.30 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article