GLOBAL MARKET: વૈશ્વિક બજારનાં સારા સંકેત, DOW JONES 200 અંક ઉછળ્યો

|

Dec 29, 2020 | 8:39 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET)ના મજબૂત સંકેતો છે. ગઈકાલના કારોબારમાં, યુએસ માર્કેટ નવી ટોચ પર પહોંચ્યું છે. DOW JONES  એ બેવડી સદી ફટકારી હતી. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. હકારાતમ્કતા ફેલાવતા અહેવાલોની બજારમાં સારી અસર જોવા મળી રહી છે. યુએસ આર્થિક સહઉં પેકેજ અને કોરોના વેકસીનની મંજુરીએ જબરદસ્ત તેજી આપી છે. અમેરિકામાં  DOW JONES  […]

GLOBAL MARKET: વૈશ્વિક બજારનાં સારા સંકેત, DOW JONES 200 અંક ઉછળ્યો
Global Market

Follow us on

વૈશ્વિક બજાર(GLOBAL MARKET)ના મજબૂત સંકેતો છે. ગઈકાલના કારોબારમાં, યુએસ માર્કેટ નવી ટોચ પર પહોંચ્યું છે. DOW JONES  એ બેવડી સદી ફટકારી હતી. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. હકારાતમ્કતા ફેલાવતા અહેવાલોની બજારમાં સારી અસર જોવા મળી રહી છે. યુએસ આર્થિક સહઉં પેકેજ અને કોરોના વેકસીનની મંજુરીએ જબરદસ્ત તેજી આપી છે.

અમેરિકામાં  DOW JONES  0.68 ટકા મુજબ 204 અંક ઉછાળા સાથે 30403 ની સપાટીએ બંધ રહ્યો હતો. ડાઉ ફ્યુચર્સ લગભગ 100 પોઇન્ટ ઉપર છે. સારા વૈશ્વિક સંકેતોના આધારે આજે ભારતીય બજારો પણ સારી સ્થિતિમાં રહી શકે છે. SGX NIFTY  મજબૂતાઈ સાથે આગળ વધે છે.

યુએસ માર્કેટે જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો.  900 અબજ ડોલરના કોરોના રાહત પેકેજનો અમલ અમેરિકામાં કરવામાં આવ્યો છે અને 2000 અબજ ડોલરના પેકેજ પર ચર્ચા શરૂ થઈ છે. એસ્ટ્રાઝેનેકા રસીની મંજૂરી યુકેમાં આ અઠવાડિયામાં શક્ય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. SGX NIFTY 48 પોઇન્ટની ઉપર વધ્યા છે. નિક્કી લગભગ 1.5 ટકાના વધારા સાથે કારોબાર કરતો જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.12 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાઇવાનનું બજાર 0.01 ટકાની નબળાઇ સાથે 14,481.08 પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.62 ટકાના વધારા સાથે 26,478.40 પર જોવાઈ રહી છે.  કોસ્પી 0.04 ટકાની મજબૂતીમાં જોવા મળી રહી છે જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.03 ટકાની નબળાઈ સાથે 3,395 ના સ્તરે જોવા મળી રહ્યો છે.

 

Next Article