GLOBAL MARKET UPDATES : વૈશ્વિક બજારમા મિશ્ર સંકેત, ડાઓ અને એસજીએક્સ નિફટી તૂટ્યા

|

Dec 23, 2020 | 9:04 AM

આજે વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં ટેક્નોલોજી શેર્સમાં સારી ખરીદીના પગલે નાસ્ડેકમાં સારી સ્થિતિ જોવા મળી જયારે ડાઓમાં પ્રોફિટ બુકિંગની સ્થિતિ જોવા મળી છે. એશિયાના બજારોની ચાલ સ્પષ્ટ નજરે પડતી નથી SGX NIFTY ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના રાહત પેકેજના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં થોડી તેજી દેખાડી હતી. યુ.એસ. માં […]

GLOBAL MARKET UPDATES : વૈશ્વિક બજારમા મિશ્ર સંકેત, ડાઓ અને એસજીએક્સ નિફટી તૂટ્યા
GLOBAL MARKET

Follow us on

આજે વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં ટેક્નોલોજી શેર્સમાં સારી ખરીદીના પગલે નાસ્ડેકમાં સારી સ્થિતિ જોવા મળી જયારે ડાઓમાં પ્રોફિટ બુકિંગની સ્થિતિ જોવા મળી છે. એશિયાના બજારોની ચાલ સ્પષ્ટ નજરે પડતી નથી SGX NIFTY ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના રાહત પેકેજના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં થોડી તેજી દેખાડી હતી.

યુ.એસ. માં ટેકનોલોજીના શેરમાં સારી ખરીદી થઈ હતી. નાસ્ડેક 0.5 ટકા સુધી ઉપર બંધ રહ્યો હતો. ઇન્ડેક્સમાં ૬૫ અંકના વધારા સાથે ૧૨૮૦૭ ઉપર બંધ થયો હતો. ડાઉ જોન્સમાં ક્રિસમસ પહેલાં પ્રોફિટ બુકિંગ દેખાયું હતું. આજે ભારતીય બજારો માટે અમેરિકા તરફથી બે સારા સમાચાર છે. યુએસ કંગ્રેસમાં 900 અબજ ડોલરનું રાહત પેકેજ મંજુર છે. Q3 માં યુએસ જીડીપી વૃદ્ધિ પણ રેકોર્ડ 33 ટકા છે.

યુએસ બજારોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ડાઉ જોન્સ 200 પોઇન્ટની નબળાઇ સાથે બંધ રહ્યો.સૂચકઆંક ૦.૬૭ ટકા નીચે ગગડીને 30,015.૫૧ ઉપર બંધ થયો હતો. એસએન્ડપીમાં પણ સતત ત્રીજા દિવસે સુસ્તી દેખાઈ હતી. જોકે માર્કેટમાં ટેક શેરોમાં વધારાને કારણે એમેઝોન, એપલ, માઇક્રોસોફ્ટ ઉછળ્યા હતા. ટ્રાવેલને લગતા શેર પર દબાણ હતું. યુ.એસ. માં, 900 અબજ ડોલરના રાહત પેકેજને કોંગ્રેસ દ્વારા મંજૂરી મળી છે, પરંતુ ટ્રમ્પ હજુ મોટા રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આજે એશિયન બજારોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી 42 પોઇન્ટના ઘટાડાની નીચે જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સમાં ૦.૩૧ ટકાના ઘટાડા બાદ 13,441.00 ટ્રેડિંગ થઇ રહ્યું છે. નિક્કી લગભગ 0.15 ટકાના વધારા સાથે લગભગ 26,470 ની આસપાસ જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.09 ટકાની નબળાઇ જ્યારે તાઇવાન બજાર 0.20 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે. હેંગસેંગ 0.09 ટકાના નજીવા વધારા સાથે 26,142.26 ના સ્તરે જોવા મળે છે. કોસ્પી 0.53 ટકાની મજબૂતીમાં જોવા મળી રહી છે. શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.70 ટકાનો ઉછાળો દર્શાવે છે.

Next Article