GLOBAL MARKET : અમેરિકાના નવા પ્રેસિડેન્ટનું જોરદાર તેજી સાથે સ્વાગત બજારમાં તેજીનો ઉછાળો આવ્યો

|

Jan 21, 2021 | 11:06 AM

વૈશ્વિક બજારો (GLOBAL MARKET)એ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રતિ જો બાઇડેનનું જોરદાર તેજી સાથે સ્વાગત કર્યું છે. ડાઓ જોન્સ ૨૫૭ અંક ઉછળ્યો હતો જયારે નાસ્ડેકમાં ૨૬૦ અંકની વૃદ્ધિ દર્જ થઇ છે.

GLOBAL MARKET : અમેરિકાના નવા પ્રેસિડેન્ટનું જોરદાર તેજી સાથે સ્વાગત બજારમાં તેજીનો ઉછાળો આવ્યો
JOE BIDEN USA PRESIDEN

Follow us on

વૈશ્વિક બજારો (GLOBAL MARKET )એ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રતિ જો બાઇડેનનું જોરદાર તેજી સાથે સ્વાગત કર્યું છે. ડાઓ જોન્સ ૨૫૭ અંક ઉછળ્યો હતો જયારે નાસ્ડેકમાં ૨૬૦ અંકની વૃદ્ધિ દર્જ થઇ છે. એશિયામાં SGX નિફ્ટી ૦.૨૬ ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 257.86 અંકની મજબૂતીની સાથે 31,188.38 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 260.07 અંક મુજબ 1.97 ટકાના વધારાની સાથે 13,457.25 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 52.94 અંક સાથે 1.39 ટકાની મજબૂતી દર્જ કરી 3,851.85 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 204.22 અંકની મજબૂતીની સાથે 28,727.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 38.50 અંક એટલે કે 0.26 ટકાના વધારાની સાથે 14,682.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.12 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે જ્યારે હેંગ સેંગ 0.07 ટકાના નજીવા ઉછાળાની સાથે 29,984.49 ના સ્તર પર દેખાઈ રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરિયાઈ બજાર કોસ્પી 0.66 ટકાના વધારાની સાથે 3,135.15 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 257.33 અંકો મુજબ 1.63 ટકા મજબૂતીની સાથે 16,063.51 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.19% વધારાની સાથે 3,589.95 ના સ્તર પર છે.

Next Article