GLOBAL MARKET : એશિયાના મોટાભાગના બજારમાં તેજી દેખાઈ, SGX NIFTYમાં 121 અંકની વૃદ્ધિ

|

Jan 25, 2021 | 9:19 AM

વૈશ્વિક બજાર ( GLOBAL MARKET ) આજે મજબુત સંકેત આપી રહ્યા છે. એશિયાના મોટાભાગના બજાર આજે તેજી સાથે કારોબાર શરૂ કર્યો છે. SGX NIFTY 121 અંકની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET : એશિયાના મોટાભાગના બજારમાં તેજી દેખાઈ, SGX NIFTYમાં 121 અંકની વૃદ્ધિ
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર (GLOBAL MARKET ) આજે મજબુત સંકેત આપી રહ્યા છે. એશિયાના મોટાભાગના બજાર આજે તેજી સાથે કારોબાર શરૂ કર્યો છે. SGX NIFTY 121 અંકની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. આ સંકેતના પગલે ભારતિય શેરબજારમાં પણ આજે સારો કારોબાર જોવા મળે તેમ અંદાજ લગાવાઈ રહ્યો છે.

એશિયાઈ બજારોમાં આજે સારા સંકેત સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 135.98 અંકનો ઉછાળો જોવા મળ્યો છે. નિક્કી 0.47 ટકા વધીને 28,767.43 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી ખુબ સારી સ્થિતિમાં દેખાય છે. ઇન્ડેક્સમાં 121.50 અંક મુજબ 0.85 ટકાના વધારાની સ્થિતિ નજરે પડી છે. પ્રારંભિક સત્રમાં SGX NIFTY 14,478.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.02 ટકા ઘટ્યો છે જોકે આ નુકશાન નહિવત તરીકે જોવામાં આવી રહ્યું છે. આજે હેંગ સેંગમાં 1.72 ટકાની મજબૂતી દેખાઈ રહી છે. પ્રારંભિક તેજી દિવસ દરમ્યાન પણ જળવાઈ રહે તેમ લાગી રહ્યું છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

કોરિયાઈ બજાર કોસ્પી 1.87 ટકા વધ્યો છે. કારોબારમાં વૃદ્ધિના પગલે ઇન્ડેક્સ સારી વૃદ્ધિ સાથે 3,199.41 ના સ્તર પર દેખાઈ રહ્યો છે. તાઇવાનના બજાર 0.51 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કંપોઝિટ 13.43 અંક વધ્યો છે. ઇન્ડેક્સમાં કે 0.37 ટકા મજબૂતીની સાથે 3,620.18 ના સ્તર પર કારોબાર થઇ રહ્યો છે.

Next Article