GLOBAL MARKET: નબળા વૈશ્વિક સંકેત સાથે DOW JONES 633 અને SGX NIFTY 137 અંક તૂટ્યો

|

Jan 28, 2021 | 9:18 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા છે જયારે એશિયન માર્કેટ નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. DOW JONES 633 અંક ગગડ્યો છે જયારે SGX NIFTY 137 અંક ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET: નબળા વૈશ્વિક સંકેત સાથે DOW JONES 633 અને SGX NIFTY 137 અંક તૂટ્યો
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા છે જયારે એશિયન માર્કેટ નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. DOW JONES 633 અંક ગગડ્યો છે જયારે SGX NIFTY 137 અંક ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

અમરિકી બજારોમાં ડાઓ જોંસ 633.87 અંક ગગડ્યો છે. ઇન્ડેક્સ 2.05 ટકા નુકશાન સાથે 30,303.17 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 355.46 અંક તૂટ્યો છે. ઇન્ડેક્સ 2.61 ટકા નીચે 13,270.60 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 98.85 અંક એટલે કે 2.57 ટકા લપસીને 3,750.77 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે નબળાઈનો કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 312.15 અંક ઘટીને 28,323.06 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 137 અંક એટલે કે 0.98 ટકાના ઘટાડાની સાથે 13,843 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ 1.10 ટકા તૂટ્યો છે જ્યારે હેંગ સેંગમાં 631.38 અંક સાથે 2.16 ટકા લપસીને 28,666.15 ના સ્તર કારોબાર કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કોરિયાઈ બજાર કોસ્પી 1.67 ટકા તૂટીને 3,070.35 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 1.69 ટકા ઘટીને કારોબાર આગળ વધારી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 54.84 અંક એટલે કે 1.53 ટકા લપસીને 3518.50 ના સ્તર પર છે.

Next Article