ગ્લેનફાર્મા 6 હજાર કરોડ રૂપિયાનો IPO લાવશે, ફાર્મા ક્ષેત્રે સૌથી મોટા IPO માટે SEBIની મંજૂરી

|

Nov 03, 2020 | 1:50 PM

ફાર્મા સેક્ટરનો સૌથી મોટો આઈપીઓ આવતા અઠવાડિયે શેરબજારમાં આવી રહ્યો છે. ચીની કંપની શાંઘાઈ ફોઝન ફાર્માની બહુમતી હિસ્સો ધરાવનાર ગ્લેન્ડ ફાર્માએ આઈપીઓ દ્વારા  6 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.  ચીનની કંપનીનો બહુમતી હિસ્સો ધરાવતી કંપનીનો આ પ્રથમ આઈપીઓ હશે. આઈપીઓ હેઠળ રૂ. 1,250 કરોડનો નવો ઇશ્યૂ જારી કરવામાં આવશે. જ્યારે 4750 કરોડ […]

ગ્લેનફાર્મા 6 હજાર કરોડ રૂપિયાનો IPO લાવશે,  ફાર્મા ક્ષેત્રે સૌથી મોટા  IPO માટે SEBIની મંજૂરી

Follow us on

ફાર્મા સેક્ટરનો સૌથી મોટો આઈપીઓ આવતા અઠવાડિયે શેરબજારમાં આવી રહ્યો છે. ચીની કંપની શાંઘાઈ ફોઝન ફાર્માની બહુમતી હિસ્સો ધરાવનાર ગ્લેન્ડ ફાર્માએ આઈપીઓ દ્વારા  6 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.  ચીનની કંપનીનો બહુમતી હિસ્સો ધરાવતી કંપનીનો આ પ્રથમ આઈપીઓ હશે. આઈપીઓ હેઠળ રૂ. 1,250 કરોડનો નવો ઇશ્યૂ જારી કરવામાં આવશે. જ્યારે 4750 કરોડ રૂપિયાના વેચાણની ઓફર રાખવામાં આવશે.  આ ઇશ્યૂનું કદ 6000 કરોડ રૂપિયા છે.

બેન્કર્સના જણાવ્યા અનુસાર હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેન્ડ ફાર્મા 6,000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. દેશની કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપનીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે. આ પહેલા આ રેકોર્ડ એરિસ લાઇફસીન્સના નામે હતો જેણે 2017 માં 1,741 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. 2015 માં અલકેમ લેબોરેટરીઝે અને  2016 માં લોરસ લેબ્સએ  1350 કરોડ એકત્ર કર્યા હતા. અત્યાર સુધીમાં ફક્ત 14 ભારતીય કંપનીઓએ આઈપીઓ દ્વારા 6,000 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ફોસન ફાર્માની એક ઇન્વેસ્ટમેન્ટ કંપની ગ્લેન્ડ ફાર્માના આઈપીઓમાં 1250 કરોડ રૂપિયાના ફ્રેશ  શેર જારી કરવામાં આવશે. ૩.૪૯ કરોડ શેર ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવશે. ફોસોન તેના દ્વારા ૧.૯ કરોડ શેરનું વેચાણ કરી રહ્યું છે જ્યારે ગ્લેન્ડ સેલ્સ બાયો કેમિકલ્સ પણ 1 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. એમ્પાવર ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ તેના 35.73 લાખ શેર વેચશે અને  નિલય ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ 18.45 લાખ શેર વેચી રહ્યું છે.

કંપનીએ જુલાઈમાં સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું હતું અને ગયા અઠવાડિયે તેને મંજૂરી આપવામાં આવી હતી. કંપનીમાં ફોસૂન સિંગાપોરનો 74 ટકા હિસ્સો છે. કંપનીના અન્ય રોકાણકારોમાં ગ્લેન્ડ સેલ્સસ (12.97 ટકા), એમ્પાવર ડિસક્શરેટરી ટ્રસ્ટ (5.08 ટકા) અને નિલય ડિસક્રિએશનરી ટ્રસ્ટ (2.42 ટકા) નો સમાવેશ થાય છે.

ગ્લેન્ડ ફાર્મા એક હૈદરાબાદની કંપની છે. તે ઇન્જેક્ટેબલ દવાઓ બનાવે છે. સેબીની મંજૂરી એવા સમયે આવી છે જ્યારે ભારતમાં ફાર્મા ક્ષેત્રે તેજી આવી રહી છે પણ સામે  પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વધુ ગંભીર બન્યો છે. ફાર્મા શેરોએ આમતો સારું વળતર આપ્યું છે. ગ્લેન્ડ ફાર્માના આઈપીઓ ચોક્કસ રોકાણકારોનું ધ્યાન ખેચશે તેમ લાગી રહ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article