GAUTAM ADANIની મુશ્કેલીઓમાં વધારો, વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપની ADANI GROUP સાથે છેડો ફાડશે , જાણો કારણ

|

Jun 23, 2021 | 8:41 AM

અદાણી જૂથ(Adani Group)ના અધ્યક્ષ ગૌતમ અદાણી(Gautam Adani)ની મુશ્કેલીઓ અટકવાનું નામ લઇ રહી નથી. તાજેતરમાં કેટલાક અહેવાલોના કારણે કંપનીને હજરો કરોડનું નુકશાન થયા બાદ હવે તેમને બીજો ફટકો લાગ્યો છે.

GAUTAM ADANIની મુશ્કેલીઓમાં વધારો, વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપની ADANI GROUP સાથે છેડો ફાડશે , જાણો કારણ
ગૌતમ અદાણી

Follow us on

અદાણી જૂથ(Adani Group)ના અધ્યક્ષ ગૌતમ અદાણી(Gautam Adani)ની મુશ્કેલીઓ અટકવાનું નામ લઇ રહી નથી. તાજેતરમાં કેટલાક અહેવાલોના કારણે કંપનીને હજરો કરોડનું નુકશાન થયા બાદ હવે તેમને બીજો ફટકો લાગ્યો છે.

નોર્વેની સૌથી મોટી પેન્શન ફંડ KLP કંપની જેણે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (Adani Ports and SEZ)માં રોકાણ કર્યું છે તે કંપની એક્ઝિટ કરી રહી છે. KLP હવે પ્રોજેક્ટમાંથી બહાર નીકળવા માંગે છે. તેમના મતે Adani Ports મ્યાનમારની સૈન્ય સાથે સંબંધિત છે જે કંપનીની નીતિઓ વિરુદ્ધ છે.

નોર્વેના પેન્શન ફંડનું કહેવું છે કે મ્યાનમારની સૈન્ય સાથે અદાણી પોર્ટ્સની ભાગીદારી અમારી નીતિઓનું ઉલ્લંઘન છે અને તે અમને સ્વીકાર્ય નથી. તેથી અમે Adani Portsથી બહાર નીકળવાનું નક્કી કર્યું છે. કેએલપીએ Adani Portsમાં 1.05 મિલિયન ડોલર એટલે લગભગ 8 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે, આ મામલે Adani Ports તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કંપનીમાં રોકાણ કરનારા 3 FPIના એકાઉન્ટ ફ્રીઝના ખોટા સમાચારના કારણે અદાણી ગ્રૂપની લગભગ તમામ કંપનીઓના શેર તૂટ્યા હતા. આનાથી ગૌતમ અદાણીની નેટવર્થ ઓછી થઈ.

અદાણી જૂથ મ્યાનમારની સૈન્ય સમર્થિત આર્થિક નિગમ (MEC) દ્વારા લીઝ પર લેવામાં આવેલી જમીન પર 290 મિલિયન ડોલરમાં બંદર બનાવી રહ્યું છે. મ્યાનમાર આર્મી સાથે અદાણી જૂથના સોદાની માહિતી ઓસ્ટ્રેલિયાની એબીસી ન્યૂઝ ચેનલે જારી કરી હતી. ચેનલના અહેવાલ મુજબ ભારતના અદાણી ગ્રૂપે સૈન્ય સાથે યાંગોન શહેરમાં બંદર બનાવવાની ડીલ કરી છે.

અદાણી ગ્રુપ આખા પ્રોજેક્ટ માટે મ્યાનમાર ઇકોનોમિક કોર્પોરેશનને જમીન લીઝ ફી તરીકે 30 મિલિયન ડોલર ચૂકવી રહ્યું. આ સમગ્ર સોદાની કિંમત 52 મિલિયન ડોલર છે. પ્રારંભિક તબક્કામાં રોકાણકારો આ મુદ્દે મૌન હતા પરંતુ વધતા જોખમને જોતાં રોકાણકારો ધીમે ધીમે તેમાંથી બહાર નીકળી રહ્યા છે.

Published On - 8:18 am, Wed, 23 June 21

Next Article