ગૌતમ અદાણી હવે સિમેન્ટ બનાવશે, અંબુજા અને ACCને કરી ટેક ઓવર

|

May 15, 2022 | 11:39 PM

Ambuja Cement અને ACC Ltd આ કંપનીઓને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ, રિટેલ ચેઈન એવન્યુ સુપરમાર્ટના માલિક રાધાકિશન દામાણી હતા. પરંતુ આજે સફળતા ગૌતમ અદાણીના હાથમાં આવી.

ગૌતમ અદાણી હવે સિમેન્ટ બનાવશે, અંબુજા અને ACCને કરી ટેક ઓવર
Gautam Adani Take Over Cement Company Ambuja And ACC

Follow us on

Gautam Adani Take Over Cement Company Ambuja And ACC: અદાણી ગ્રુપ સિમેન્ટ (Adani Group) બિઝનેસમાં મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. અદાણી ગ્રૂપે વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલસીમ ગ્રૂપના સમગ્ર ભારતના બિઝનેસને હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગ્રૂપે ભારતની બે સૌથી મોટી સિમેન્ટ કંપનીઓ અંબુજા અને ACC સિમેન્ટ (ACC Ltd)માં 10.5 અબજ ડોલરમાં હોલસીમ ગ્રૂપનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા માટે એક મેગા ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા અત્યાર સુધીનું આ સૌથી મોટું એક્વિઝિશન છે. આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામગ્રીના ક્ષેત્રમાં ભારતનું અત્યાર સુધીનું આ સૌથી મોટું એક્વિઝિશન છે.

આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો

હોલસીમ ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા હિસ્સો ધરાવે છે, જે હવે અદાણી ગ્રુપની માલિકીની હશે. એ જ રીતે હોલસીમ ગ્રુપ પાસે ACCમાં 54.53 ટકા હિસ્સો હતો. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો.

ગૌતમ અદાણીએ સિમેન્ટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

JSWની જેમ અદાણી ગ્રુપે તાજેતરમાં સિમેન્ટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. બંને આક્રમક રીતે સિમેન્ટ બિઝનેસનું વિસ્તરણ કરી રહ્યા છે. હાલમાં આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક ભારતીય સિમેન્ટ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. અલ્ટ્રાટેકની વાર્ષિક ક્ષમતા 117 મિલિયન ટન છે. અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડની સંયુક્ત ક્ષમતા વાર્ષિક 66 મિલિયન ટન છે. એટલે કે હવે અદાણી ગ્રુપ ભારતીય સિમેન્ટ માર્કેટમાં સીધા બીજા નંબરે પહોંચી ગયું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અંબુજા અને ACCએ ભારતમાં બે મુખ્ય સિમેન્ટ બ્રાન્ડ્સ છે

અંબુજા અને ACCએ ભારતમાં બે અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ્સ છે. બંને કંપનીઓ પાસે 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 50,000થી વધુ ચેનલ પાર્ટનર્સ છે.

દેશના ટોચના ઉદ્યોગપતિ અને વિશ્વના ટોપ ધનિકોમાં સામેલ એવા અદાણી પરિવાર અંગે છેલ્લા કેટલાક દિવસોથી એક સમાચાર ચર્ચાનો વિષય બન્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગૌતમ અદાણી અથવા તો તેમના પત્ની ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવી શકે છે. અદાણી ગ્રુપ દ્વારા આ પ્રકારના દાવાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. અદાણી ગ્રુપના કહેવા પ્રમાણે અદાણી પરિવારના કોઈ સદસ્યને રાજકારણમાં કોઈ રસ નથી

Next Article