Gallantt Group: દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક, ગેલન્ટ ગ્રુપે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ સ્ટાર અજય દેવગનને સાઇન કર્યો

|

Sep 15, 2021 | 10:54 AM

ગેલન્ટ ગ્રુપ (Gallantt Group) દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક છે

Gallantt Group: દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક, ગેલન્ટ ગ્રુપે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ સ્ટાર અજય દેવગનને સાઇન કર્યો
ગેલન્ટ ગ્રુપ (Gallantt Group) દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક છે

Follow us on

ગેલન્ટ ગ્રુપ (Gallantt Group) દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક છે. કંપનીએ અજય દેવગન (Ajay Devgan) ને આગામી બે વર્ષ માટે ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) તરીકે સાઇન કર્યા છે, આ એસોસિએશનમાંથી કંપની ગેલન્ટ અને ગેલન્ટ એડવાન્સ બ્રાન્ડ્સ હેઠળ તેનું ટીએમટી બાર્સ નું માર્કેટિંગ કરીને, ઉત્પાદન વેચવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે.

તેના અત્યાધુનિક અને સંપૂર્ણ રીતે સંકલિત સ્ટીલ પ્લાન્ટ્સ દ્વારા, ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ગુજરાતના કચ્છમાં સ્થિત ગેલેન્ટ ગ્રુપના ઉત્પાદન એકમો વાર્ષિક મિલિયન ટનથી વધુની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

ગેલન્ટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સી.પી. અગ્રવાલ (Gallantt Group CMD Mr. C.P Agarwal) એ કહ્યું કે “અમારી કંપની અજય દેવગણ સાથે જોડાણ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત અને રોમાંચિત છે. તેમાં કોઈ શંકા નથી કે આ અમારી બ્રાન્ડની લોકપ્રિયતામાં વધારો કરશે, તેમજ બજારમાં અમારી બ્રાન્ડની પ્રીમિયમ સ્થિતિને મજબૂત કરશે.”

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગેલન્ટ ગ્રુપના સીઈઓ. મયંક અગ્રવાલે કહ્યું કે “ગેલન્ટ ગ્રુપ તેની બ્રાન્ડની વિશ્વસનીયતા, પ્રદર્શન અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ છે અને આ ગુણો અજય દેવગનમાં પ્રતિબિંબિત થાય છે. જે રીતે તે પોતાના અંગત જીવનમાં એક વાસ્તવિક નાયક તરીકે ઉભરી આવ્યો છે અને અમર્યાદિત ઊંચાઈઓ સર કરી છે.

બોલીવુડમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. આપણાં દેશમાં અજય દેવગણની મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે અને મને ખાતરી છે કે આ લોકપ્રિયતા રાષ્ટ્રવ્યાપી બજારના પ્રીમિયમ સેગમેન્ટમાં અમારા ઉત્પાદનને સ્થાપિત કરવામાં અર્થપૂર્ણ રહેશે.”

ગેલન્ટ સાથેના તેમના જોડાણ અંગે વાત કરતા અજય દેવગણે કહ્યું, “મને ગેલન્ટ ગ્રુપ સાથેના આ જોડાણમાં ખૂબ જ ગર્વ છે અને હું માનું છું કે આ એક ખૂબ જ રોમાંચક સફરની શરૂઆત છે અને સાથે મળીને અમે એક વર્લ્ડ ક્લાસ ટોપ ક્લાસ બ્રાન્ડ બનાવી શકીશું” .

આ બ્રાન્ડ અજય દેવગણ સાથે નવી ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ  કેમ્પેન ( integrated marketing campaign) શરૂ કરવા જઈ રહી છે. આ માર્કેટિંગ કેમ્પેન તેના રિટેલ ગ્રાહક અને તેના કોર્પોરેટ બિઝનેસ ગ્રાહકો વચ્ચે કંપનીની બ્રાન્ડ રિકોલને મજબૂત કરશે.

આ  માર્કેટિંગ  કેમ્પેન મુખ્યત્વે રાષ્ટ્રવ્યાપી ટીવી મધ્યમથી કરવામાં આવશે. અને ખૂબ જ ટૂંક સમયમાં અન્ય સંચાર માધ્યમો જેમ કે પ્રિન્ટ, બી. ટી. એલ. ઓ. ઓ. એચ. તથા ડિજિટલમાં મીડિયામાં ખૂબ જ નવીન અને મૌલિક રીતે ઉત્પાદનને રજૂ કરશે.

આ પણ વાંચો: Gautam Adani ની આ કંપનીએ ચાલુ વર્ષમાં 330% રિટર્ન આપ્યું, આજે સ્ટોકે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

આ પણ વાંચો: Beauty Tips : ચમકતી ત્વચા માટે ઘરે જ લઈ શકો છો સ્ટીમ ફેશિયલ, જાણો ખાસ રીત

Next Article