રશિયામાંથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં આ દેશો, યુક્રેન સાથે યુદ્ધના કારણે નિર્ણય

|

Jun 26, 2022 | 11:39 PM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) કહ્યું કે G-7 સભ્ય દેશો રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન (Ukraine) પર રશિયાના હુમલા બાદ લાદવામાં આવી રહેલા પ્રતિબંધોના દોરમાં આ એક નવો પ્રતિબંધ હશે.

રશિયામાંથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં આ દેશો, યુક્રેન સાથે યુદ્ધના કારણે નિર્ણય
Symbolic Image

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) રવિવારે કહ્યું કે G-7 સભ્ય દેશો રશિયાથી સોનાની આયાત (Gold Import) પર પ્રતિબંધની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન (Ukraine) પર રશિયાના હુમલા બાદ લાદવામાં આવી રહેલા પ્રતિબંધોના દોરમાં આ એક નવો પ્રતિબંધ હશે. વિશ્વના સાત મોટા વિકસિત દેશોના સંગઠન G-7ની જર્મનીમાં મ્યુનિક નજીક એલમાઉ ખાતે શિખર બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રશિયામાંથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અનુમાન છે કે મંગળવારે જી-7 દેશો આ અંગે અંતિમ નિર્ણય લેશે.

વિશ્વમાં વધી રહેલી મોંઘવારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે

બાઈડેન અને અન્ય વિકસિત દેશોના વડાઓ રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઊર્જા પુરવઠો કેવી રીતે સુરક્ષિત કરવો તે અંગે સમિટમાં ચર્ચા કરશે. આ સિવાય વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાઓમાં ઝડપથી વધી રહેલી મોંઘવારી પર અંકુશ મેળવવાના માર્ગો પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે.

બાઈડેન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇંધણ પછી સોનું રશિયાની બીજી સૌથી મોટી નિકાસ છે. આવી સ્થિતિમાં રશિયામાંથી સોનાની આયાત પર અંકુશ મુકવાથી રશિયા માટે વૈશ્વિક બજારોમાં ભાગ લેવો મુશ્કેલ બનશે. બાઈડેને પોતાના ટ્વિટર સંદેશમાં જણાવ્યું હતું કે રશિયા તેના સોનાના વેચાણથી અબજો ડોલરની કમાણી કરે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સોનું રશિયાનું બીજું સૌથી મોટું નિકાસ ઉત્પાદન છે

તાજેતરના વર્ષોમાં, સોનું એ ઊર્જા પછી રશિયાનું બીજું સૌથી મોટું નિકાસ ઉત્પાદન રહ્યું છે. વર્ષ 2020 માં, રશિયાએ લગભગ 19 બિલિયન ડોલરના સોનાની નિકાસ કરી હતી, જે વૈશ્વિક સોનાની નિકાસના લગભગ પાંચ ટકા હતી.

ખાસ વાત એ છે કે રશિયન સોનાની લગભગ 90 ટકા નિકાસ માત્ર G-7 દેશોને જ મોકલવામાં આવતી હતી. તેમાંથી 90 ટકાથી વધુ સોનું રશિયા દ્વારા એકલા બ્રિટનમાં નિકાસ કરવામાં આવ્યું હતું. જ્યારે, યુ.એસ.એ 2019માં રશિયા પાસેથી 200 કરોડ ડોલરથી ઓછા અને 2020 અને 2021માં 10 લાખ ડોલરથી પણ ઓછા મૂલ્યના સોનાની આયાત કરી હતી.

તમને જણાવી દઈએ કે ભારત માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં પરંતુ સોનાનો પણ મોટો આયાતકાર છે. ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. આ આયાત મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની સોનાની આયાતમાં 33.34 ટકાનો વધારો નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 46.14 બિલિયન ડોલરના સોનાની આયાત કરી હતી.

Next Article