આવતા અઠવાડિયે ફ્યુચર ગ્રૂપની મહત્વની બેઠક, ફ્યુચર રિટેલે એમેઝોનના વિરોધને નકાર્યો, કહ્યું- NCLTના આદેશ પર બેઠકનું આયોજન

|

Apr 16, 2022 | 6:06 PM

આ મીટિંગમાં લેક એમેઝોનના વિરોધ પર ફ્યુચર રિટેલે કહ્યું કે આ મીટિંગ NCLTના નિર્દેશો અનુસાર આયોજિત કરવામાં આવી છે. 20 એપ્રિલે શેરધારકોની બેઠકમાં રિલાયન્સ સાથે 24713 કરોડ રૂપિયાના સોદા અંગે ચર્ચા થશે.

આવતા અઠવાડિયે ફ્યુચર ગ્રૂપની મહત્વની બેઠક, ફ્યુચર રિટેલે એમેઝોનના વિરોધને નકાર્યો, કહ્યું- NCLTના આદેશ પર બેઠકનું આયોજન
There is an important meeting of the Future Group on April 20

Follow us on

આવતા અઠવાડિયે ફ્યુચર ગ્રુપની (Future Group)  મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. શેરધારકોની આ બેઠકમાં રિલાયન્સ ફ્યુચર ગ્રુપના 24713 કરોડના સોદા (Reliance Future Deal) પર રોકાણકારોના અભિપ્રાય લેવામાં આવશે. એમેઝોને ફ્યુચર રિટેલની (Future Retail) આ મીટિંગનો વિરોધ કર્યો, જેના પર ફ્યુચર રિટેલે પોતાની વાત રાખી. ફ્યુચર રિટેલે જણાવ્યું કે શેરધારકોની આ બેઠક NCLTના આદેશ પર આયોજિત કરવામાં આવી છે. ઈ-કોમર્સ કંપની એમેઝોને આ મીટિંગને ગેરકાયદે ગણાવી હતી. ફ્યુચર ગ્રૂપ રિલાયન્સ સાથે થયેલા 24,713 કરોડ રૂપિયાના સોદા અંગે એમેઝોન સાથે કાનૂની વિવાદમાં ફસાયેલ છે.

એફઆરએલ દ્વારા એક સ્પષ્ટીકરણ જાહેર કરતા સ્ટોક એક્સચેન્જને જણાવવામાં આવ્યું હતું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના નિર્દેશો હેઠળ આ બેઠક બોલાવવામાં આવી છે. રિલાયન્સ સાથેના પ્રસ્તાવિત રૂ. 24,713 કરોડના સોદા માટે ફ્યુચરે 20 એપ્રિલે શેરધારકોની બેઠક અને 21 એપ્રિલે લેણદારોની બેઠક બોલાવી છે.

આ ડીલ રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે 2020માં થઈ હતી

વર્ષ 2020 માં, ફ્યુચર ગ્રૂપે તેના લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસને રિલાયન્સ રિટેલ (Reliance Future Group deal) ને વેચવાનું નક્કી કર્યું હતું. રિલાયન્સ રિટેલ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે. આ ડીલનો એમેઝોને વિરોધ કર્યો હતો.  એમેઝોને વર્ષ 2019માં ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ ડીલ 1500 કરોડમાં થઈ હતી. એમેઝોને આક્ષેપ કર્યો હતો કે રિલાયન્સ સાથે કોઈ પણ સોદો કરતા પહેલા ફ્યુચર ગ્રુપે મંજૂરી લેવી જોઈતી હતી.

SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી હશે?
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો

આ ફ્યુચર ગ્રુપની કંપનીઓ છે

ફ્યુચર ગ્રૂપની કંપનીઓમાં ફ્યુચર કન્ઝ્યુમર, ફ્યુચર લાઇફસ્ટાઇલ ફેશન્સ, ફ્યુચર માર્કેટ નેટવર્ક, ફ્યુચર રિટેલ, ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિ. સામેલ છે. આ કંપનીઓના શેરધારકોની બેઠક 20 એપ્રિલે યોજાશે.

રિલાયન્સ રિટેલને 19 કંપનીઓ વેચવામાં આવશે

ઓગસ્ટ 2020માં રિલાયન્સ સાથે ફ્યુચર ગ્રૂપની ડીલ સાઈન કરવામાં આવી હતી. આ અંતર્ગત ફ્યુચર ગ્રુપની 19 કંપનીઓને એકસાથે મર્જ કરીને એક કંપની બનાવાશે. જે બાદ તેને રિલાયન્સ રિટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

સમયમર્યાદા ત્રણ વખત લંબાવવામાં આવી

ઓગસ્ટ 2020માં, ફ્યુચર ગ્રૂપે ખોટ કરતી રિટેલ અને હોલસેલ બિઝનેસ રિલાયન્સ રિટેલને વેચવાનો નિર્ણય લીધો હતો. એમેઝોને વચ્ચે આવીને રોક લગાવી. ફ્યુચર અને રિલાયન્સ વચ્ચે ડીલની 24713 કરોડની સમય મર્યાદા માર્ચ 2022માં જ સમાપ્ત થઈ રહી છે. રિલાયન્સે આ ડીલની સમયમર્યાદા છ મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2022 સુધી કરી દીધી છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એટલે કે RRVL દ્વારા અત્યાર સુધીમાં આ સમય મર્યાદા ત્રણ વખત લંબાવવામાં આવી છે. પ્રથમ સમય મર્યાદા 31 માર્ચ 2021 સુધી હતી. બાદમાં તેને વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી હતી. ફરી તે વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી. તેને ફરીથી વધારીને 30 સપ્ટેમ્બર 2022 કરવામાં આવી છે.

આ પણ વાંચો :  PNB Scam : IT ડિપાર્ટમેન્ટે હજારો કરોડની છેતરપિંડી કરી વિદેશ પલાયન થઇ ગયેલા Mehul Choksi ની સંપત્તિ જપ્ત કરી

Next Article