ભાગેડુ Vijay Mallya ને આંચકો લાગ્યો, યુકે હાઈકોર્ટ સામે અપીલ કરવાની મંજૂરી નહીં

|

Jan 14, 2021 | 2:42 PM

દારૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને બુધવારે યુકે હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરવાની મંજૂરી મળી ન હતી

ભાગેડુ Vijay Mallya ને આંચકો લાગ્યો, યુકે હાઈકોર્ટ સામે અપીલ કરવાની મંજૂરી નહીં

Follow us on

દારૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને બુધવારે યુકે હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરવાની મંજૂરી મળી ન હતી, જેમાં કોર્ટે બંધ કિંગફિશર એરલાઇન્સના દેવાના સંબંધમાં શરૂ કરેલી નાદારી કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ના નેતૃત્વમાં ભારતીય બેન્કોના જૂથ દ્વારા આ નાદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. યુકેમાં જામીન પર બહાર નીકળેલા 65 વર્ષીય ઉદ્યોગપતિએ યુકે હાઇકોર્ટના આદેશ સામે તાજી અપીલ દાખલ કરી હતી, જેણે દેવા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય નહીં આવે ત્યાં સુધી નાદારીની કાર્યવાહી સ્થગિત કરવાની મંજૂરી આપી હતી.

માલ્યાના વકીલ ફિલિપ માર્શલે દલીલ કરી હતી કે બેંકની નાદારીની અરજી ફગાવી દેવી જોઈએ, માત્ર મુલતવી નહીં, કારણ કે દેવું વિવાદમાં છે અને ભારતીય અદાલતોમાં જાણી જોઈને ખેંચી રહ્યાં છે. ન્યાયાધીશ કોલિન બિરસે લંડનમાં હાઈકોર્ટના અપીલ વિભાગની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, “જોકે આ એક નવો મુદ્દો છે (અપીલ કોર્ટ સમક્ષ), પરંતુ હું તેને અપીલના વાજબી આધાર તરીકે સ્વીકારતો નથી, કારણ કે આ સુનાવણી દરમિયાન આ મુદ્દાને નિપટાવી શકાય છે, જે હજી ચાલુ છે. ”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માલ્યાના વકીલોએ ભારતમાં કથિત અઘોષિત સિક્યોરિટીઝ સંદર્ભે બેન્કો દ્વારા કાર્યવાહીના દુરૂપયોગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જો કે ન્યાયાધીશે કહ્યું કે તે પહેલાથી જ બરતરફ થઈ ગઈ છે. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ની આગેવાની હેઠળ 13 બેંકોએ વિજય માલ્યા સામે નાદારીના કેસ દાખલ કર્યા છે. આ સંબંધમાં, વિજય માલ્યાની લગભગ 29 મિલિયન ડોલરની સંપત્તિ કોર્ટ ફંડ્સ ઓફિસ (સીએફઓ) માં જમા છે.

Next Article