ડિસેમ્બરથી RTGS દ્વારા 24 કલાક કરી શકશો ઓનલાઈન નાણા ટ્રાન્સફર

|

Oct 12, 2020 | 9:09 AM

આગામી ડિસેમ્બર માસથી મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતી RTGS(real time gross settlement) સુવિધા ૨૪ કલાક ઉપલબ્ધ થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આબાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ પગલાંથી ભારત વૈશ્વિક સ્તરે એવા દેશોની શ્રેણીમાં સામેલ થશે જ્યાં 24 કલાક, સાત દિવસ, બાર મહિનામાં મોટા મૂલ્યની ચુકવણીની ત્વરિત પ્રક્રિયા પ્રણાલી છે. […]

ડિસેમ્બરથી  RTGS દ્વારા 24 કલાક કરી શકશો ઓનલાઈન નાણા ટ્રાન્સફર

Follow us on

આગામી ડિસેમ્બર માસથી મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતી RTGS(real time gross settlement) સુવિધા ૨૪ કલાક ઉપલબ્ધ થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આબાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ પગલાંથી ભારત વૈશ્વિક સ્તરે એવા દેશોની શ્રેણીમાં સામેલ થશે જ્યાં 24 કલાક, સાત દિવસ, બાર મહિનામાં મોટા મૂલ્યની ચુકવણીની ત્વરિત પ્રક્રિયા પ્રણાલી છે. આ અગાઉ સરકારે NEFT ની સુવિધા 24×7 કરી હતી જે બાદ હવે RTGS નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

RBIએ અગાઉ ડિસેમ્બર 2019 માં NEFT (national electronic funds transfer)ને ચોવીસ કલાક કરી દીધી હતી. RTGS હાલમાં બેંકોના બધા Working Daysમાં સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી થાય છે. આરટીજીએસની ચોવીસ કલાક ઉપલબ્ધતા ભારતીય નાણાકીય બજારને વૈશ્વિક બજાર સાથે સંકલન કરવા અને ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોના વિકાસમાં ચાલુ પ્રયત્નોમાં મદદ કરશે વધુમાં આનાથી ભારતીય કંપનીઓ અને સંસ્થાઓને ચૂકવણીની સુવિધા મળશે તેમ RBI એ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એનઇએફટી અને આરટીજીએસ પર કોઈ ફી લેવામાં આવતી નથી. રિઝર્વ બેંકે જુલાઈ 2019 થી NEFT અને RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર પર ફી લેવાનું બંધ કર્યું છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકારે આ પગલું ભર્યું હતું. મોટી રકમનું તુરંત ટ્રાન્સફર RTGS કરે છે જ્યારે બે લાખ રૂપિયા સુધી નાણાં મોકલવા માટે NEFT કરવામાં આવે છે.

આ પણ વાંચોઃભારત સરકારની ૯૦ ટકા સુધીના હિસ્સાવાળી ૫ બેન્કના શેરનો ભાવ ૧૦ રૂપિયા આસપાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article