રૂપિયાના રેકોર્ડ ઘટાડાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં 5 અબજ ડોલરનો ઘટાડો, જાણો હવે કેટલુ છે રીઝર્વ

|

Jul 09, 2022 | 12:56 PM

Foreign Exchange Reserves: વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણની અસ્કયામતોનું નુકસાન છે, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આ સિવાય સોનાના ભંડારમાં ઘટાડો થવાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થયો છે.

રૂપિયાના રેકોર્ડ ઘટાડાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં 5 અબજ ડોલરનો ઘટાડો, જાણો હવે કેટલુ છે રીઝર્વ
Forex Reserve

Follow us on

ડૉલર સામે રૂપિયામાં (Dollar vs Rupees) સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડાને કારણે ડૉલર રિઝર્વમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 1 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) 5.008 બિલિયન ડોલર ઘટીને 588.314 બિલિયન ડોલર થયું છે. આનું કારણ વિદેશી ચલણ અસ્કયામતોમાં થઈ રહેલો ઘટાડો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર 24 જૂને પૂરા થયેલા અગાઉના સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર 2.734 બિલિયન ડોલર વધીને 593.323 બિલિયન ડોલર થઈ ગયો હતો. 1 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણની અસ્કયામતોનું નુકસાન છે, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આ સિવાય સોનાના ભંડારમાં ઘટાડો થવાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થયો છે.

ડેટા અનુસાર, રિપોર્ટિંગ સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 4.471 બિલિયન ડોલર ઘટીને 524.745 બિલિયન ડોલર થઈ છે. વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ વિદેશી ચલણ અસ્કયામતો, ડૉલરમાં વ્યક્ત કરવામાં આવે છે, જેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં મુલ્ય વૃદ્ધિ અથવા અવમૂલ્યનની અસરોનો સમાવેશ થાય છે. ડેટા અનુસાર, સોનાના ભંડારનું મૂલ્ય પણ સમીક્ષા હેઠળના સપ્તાહમાં 50.4 કરોડ ડોલર ઘટીને 40.422 અબજ ડોલર થયું છે.

IMFમાં જમા SDRમાં થયો ઘટાડો

સમીક્ષા હેઠળના સપ્તાહમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 7.7 કરોડ ડોલર ઘટીને 18.133 બિલિયન ડોલર થયા છે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

ડોલર સામે રૂપિયો 79.23 ના સ્તર પર બંધ થયો હતો

આ દરમિયાન, વિદેશી બજારોમાં ડોલરની મજબૂતી વચ્ચે શુક્રવારે રૂપિયો ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ચલણ સામે 10 પૈસા ઘટીને 79.23 (અસ્થાયી)ના સ્તર પર બંધ થયો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે, “રૂપિયાને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેંકના વિદેશી હૂંડિયામણને લઈને પગલાં લેવામાં આવ્યા છતાં, રૂપિયામાં આવેલી રિકવરી ક્ષણિક સાબિત થઈ.

ડૉલર ઈન્ડેક્સ સતત મજબૂત થઈ રહ્યો છે

વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈને માપતો ડોલર ઈન્ડેક્સ સપ્તાહના અંતિમ દિવસે 0.25 ટકાના ઘટાડા સાથે 106.90 પર બંધ થયો હતો. આ સતત બીજા સપ્તાહે ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો આવ્યો છે. આ સપ્તાહે તેમાં 1.82 ટકાનો વધારો નોંધાયો છે. ઓઈલ પ્રાઈસની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 107 ડોલર પ્રતિ બેરલના સ્તરે બંધ થઈ ગઈ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. તેણે ગુરુવારે રૂ. 925.22 કરોડના શેર વેચ્યા હતા.

Next Article