ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરની યાદીમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી ઉતરીને 9 માં સ્થાને પહોંચ્યા

|

Nov 03, 2020 | 9:09 AM

ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી સીધા 9 માં સ્થાને પહોંચ્યા છે. ભારતીય શેરબજારમાં સોમવારનો દિવસ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે થોડો મુશ્કેલ રહ્યો હતો.  વેચવાલીના પગલે શેર ૮.૬૨ જેટલો ગગડ્યો હતો. શેર તૂટવાથી કંપનીની માર્કેટ કેપમાં પણ મોટો ઘટાડો થયો હતી જેની સીધી અસર દેશની સૌથી મોટી કંપનીના ચેરમેનની નેટવર્થ ઉપર પણ […]

ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરની યાદીમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી ઉતરીને 9 માં સ્થાને પહોંચ્યા

Follow us on

ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી સીધા 9 માં સ્થાને પહોંચ્યા છે. ભારતીય શેરબજારમાં સોમવારનો દિવસ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે થોડો મુશ્કેલ રહ્યો હતો.  વેચવાલીના પગલે શેર ૮.૬૨ જેટલો ગગડ્યો હતો. શેર તૂટવાથી કંપનીની માર્કેટ કેપમાં પણ મોટો ઘટાડો થયો હતી જેની સીધી અસર દેશની સૌથી મોટી કંપનીના ચેરમેનની નેટવર્થ ઉપર પણ પડી હતી. ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી ૩ ક્રમ સુધી નીચે ઉતાર્યા છે.

 

અંબાણીની નેટવર્થ ૫૦.૬૪ હજાર કરોડ ઘટી છે. બજારમાં કંપનીના શેરમાં ભારે વેચવાને કારણે મુકેશ અંબાણી વિશ્વની સૌથી ધનિકોમાં ક્રમ ઉપરથી નીચે આવી ગયા છે. મુકેશ અંબાણી ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં છઠ્ઠા સ્થાનેથી નવમા સ્થાને આવી ગયા છે. સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 8.62% ઘટીને 1877.30 પર બંધ રહ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં પણ રૂ. 1.05 લાખ કરોડનો ઘટાડો થયો છે.

મુકેશ અંબાણી હવે ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં ગુગલના સહ-સ્થાપક લેરી પેજથી પાછળ રહી ગયા છે. અંબાણીની કુલ સંપત્તિમાં  6.8 અબજ ડોલરના ઘટાડાથી  71.5 અબજ ડોલરે પહોંચી છે  જ્યારે લેરી પેજની કુલ સંપત્તિ 71.9 અબજ ડોલર છે. મુકેશ અંબાણી આ વર્ષે જુલાઈમાં રેન્કિંગમાં 5 મા સ્થાને પણ પહોંચ્યા હતા. ફોર્બ્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન એમેઝોનના સીઇઓ અને સ્થાપક જેફ બેઝોસનું છે જેમની કુલ સંપત્તિ 179.4 અબજ ડોલર છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article