Forbes દ્વારા ભારતના 100 અમીર લોકોની યાદી જાહેર કરવામાં આવી….ગૌતમ અદાણી સહિત આ ધનિકોનો ટોપ-10માં સમાવેશ

|

Oct 11, 2019 | 1:39 PM

ભારતમાં ધનિક લોકોની એક નવી યાદી સામે આવી છે. ફોર્બ્સ દ્વારા ભારતના 100 અમીર લોકોની યાદી જાહેર કરી છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોની માફક આ વર્ષે પણ રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પ્રથમ સ્થાને છે. સતત 12મા વર્ષે મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડીયાની યાદીમાં સૌથી ઉપર છે. આશરે 4 મિલિયન અમેરિકી ડૉલરના વધારાની સાથે મુકેશ અંબાણીની કુલ […]

Forbes દ્વારા ભારતના 100 અમીર લોકોની યાદી જાહેર કરવામાં આવી....ગૌતમ અદાણી સહિત આ ધનિકોનો ટોપ-10માં સમાવેશ

Follow us on

ભારતમાં ધનિક લોકોની એક નવી યાદી સામે આવી છે. ફોર્બ્સ દ્વારા ભારતના 100 અમીર લોકોની યાદી જાહેર કરી છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોની માફક આ વર્ષે પણ રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પ્રથમ સ્થાને છે. સતત 12મા વર્ષે મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડીયાની યાદીમાં સૌથી ઉપર છે. આશરે 4 મિલિયન અમેરિકી ડૉલરના વધારાની સાથે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 51.4 બિલિયન છે. તો બીજી તરફ ગૌતમ અદાણીએ યાદીમાં 8 નંબરની છલાંગ લગાવી છે. અને આ વખતની યાદીમાં 2 ક્રમ પર પહોંચ્યા છે. તો આ સાથે ઉદય કોટકે પહેલી વખત ટોપ 5મા સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચોઃ જાણો ચીનના રાષ્ટ્રપતિની કારની ખાસિયતો, દુનિયાને પણ ખબર નથી જિનપિંગની કારના ઘણા રાજ

લક્ષ્મી મિત્તલ ફોર્બ્સની યાદીમાં ઘણા પાછળ ધકેલાયા છે. ગત વર્ષે યાદીમાં તેઓ ત્રીજા ક્રમે હતા. જે હવે 9મા ક્રમ પર પહોંચી ગયા છે. જેના માટે સ્ટીલના વેચાણનું કારણ માનવામાં આવે છે. સ્ટીલની માગ અને કિંમતમાં ઘટાડાના કારણે આવુ થઈ શકે છે. તો આ વખતે અઝીમ પ્રેમજી ટોપ 10માં સામેલ થઈ શક્યા નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફોર્બ્સની યાદીમાં ટોપ-10 નામ

મુકેશ અંબાણી 51.4 billion US ડૉલર

ગૌતમ અદાણી 15.7 billion US ડૉલર

હિન્દુજા બ્રધર્સ 15.6 billion US ડૉલર

પી. મિસ્ત્રી 15 billion US ડૉલર

ઉદય કોટક 14.8 billion US ડૉલર

શિવ નાડર 14.4 billion US ડૉલર

રાધાક્રિષ્ણ દમાની 14.3 billion US ડૉલર

ગોદરેજ પરિવાર 12 billion US ડૉલર

લક્ષ્મી મિત્તલ 10.5 billion US ડૉલર

કુમાર બિરલા 9.6 billion US ડૉલર

Next Article