તો આ કારણે ચીન સરકારે અટકાવ્યો હતો Jack Maની કંપની આન્ટ ગ્રૂપનો IPO

|

Feb 17, 2021 | 11:10 PM

ચીનની સરકારે પાછલા વર્ષના અંતમાં અબજોપતિ Jack Maની કંપની આન્ટ ગ્રૂપ(Ant Group)ના 37 અબજ ડોલરનો આઈપીઓ અટકાવ્યો હતો.

તો આ કારણે ચીન સરકારે અટકાવ્યો હતો Jack Maની કંપની આન્ટ ગ્રૂપનો IPO
(Jack Ma) File Photo

Follow us on

ચીનની સરકારે પાછલા વર્ષના અંતમાં અબજોપતિ Jack Maની કંપની આન્ટ ગ્રૂપ(Ant Group)ના 37 અબજ ડોલરનો આઈપીઓ અટકાવ્યો હતો. તે સમયે એવું કહેવાતું હતું કે જેક માએ દેશની આર્થિક વ્યવસ્થાની ટીકા કરી હતી, જેના કારણે તેમને આ મુશ્કેલી વેઠવી પડી હતી. પરંતુ એવું લાગે છે કે વાસ્તવિક કારણ કંઈક બીજું હતું, જેના કારણે ચીની સરકારે વિશ્વનો સૌથી મોટો આઈપીઓ અટકાવ્યો હતો.

 

ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ ચીન સરકાર Ant Groupની જટિલ માલિકીની રચનાને લઈને ખૂબ ચિંતિત હતી. આ આઈપીઓથી જે લોકોને ફાયદો થવાનો હતો તે અંગે સરકારને શંકા હતી. આ કંપનીમાં ઘણા એવા લોકોનું રોકાણ હતું. જે ચીનની સત્તા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જેમાં ઘણા લોકોના રાજકીય પરિવારો સાથેના સંબંધો હતા. જે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની નજીકના લોકો માટે પડકાર ઉભો કરી શકે તેમ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Ant Groupના રોકાણકારો કોણ છે

Ant રોકાણકારોમાં બોયુ કેપિટલ પણ શામેલ છે. આ ખાનગી ઈક્વિટી ફંડની સ્થાપના દેશના ભૂતપૂર્વ નેતા જિયાંગ ઝેમિનના પૌત્ર જિયાંગ ઝિચેંગે કરી છે. જિયાંગના ઘણા સાથીઓએ શી જિનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને ઘણું ગુમાવ્યું, પરંતુ તે હજુ પણ આડકતરી રીતે તાકાતવર છે. એન્ટ ગ્રૂપ અને અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના સહ-સ્થાપક જેક મા ઘણા મહિનાઓથી ગુમ થયા હતા અને તેમના વિશે અફવાઓ ફેલાઈ રહી હતી. પરંતુ તાજેતરમાં તે ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા. આ પૂર્વે 20 જાન્યુઆરીએ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. તેમની એક ઝલક મળ્યા બાદ રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટી સાથેના તેમના સંબંધ અંગે અટકળો ચાલુ છે. આનું કારણ એ છે કે સરકાર તેમના ધંધા પર સતત કાર્યવાહી કરી રહી છે.

 

Jack Maની મુસીબત

ગત વર્ષે 24 ઓક્ટોબરથી Jack Maની મુશ્કેલીઓ શરૂ થઈ. જ્યારે તેમણે એક ભાષણમાં દેશની નિયમનકારી વ્યવસ્થા વિરુદ્ધ ટીકા કરી હતી. આન્ટ ગ્રૂપે હોંગકોંગ અને શાંઘાઈમાં પોતાનો બિઝનેસ શરૂ કરવાના થોડા દિવસો પૂર્વે જ આઈપીઓમાંથી પીછેહઠ કરવી પડી હતી. ચીનની સરકારે ટેક ક્ષેત્રમાં એન્ટી ટ્રસ્ટ તપાસ શરૂ કરી હતી, જેની સૌથી વધુ અસર અલીબાબા ગ્રુપ પર પડી હતી. જેના લીધે આન્ટ ગ્રુપે તેનું વ્યવસાયિક માળખું બદલવું પડ્યું અને જેક મા 3 મહિના માટે ગાયબ થઈ ગયા હતા.

 

આ પણ વાંચો: Indian Railway: ઉત્તર રેલ્વે 22 ફેબ્રુઆરીથી યાત્રીઓ માટે શરૂ કરશે 35 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો

Next Article