Indian Railway: ઉત્તર રેલ્વે 22 ફેબ્રુઆરીથી યાત્રીઓ માટે શરૂ કરશે 35 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો

Indian Railway: ટ્રેનમાં મુસાફરોની સંખ્યા યાત્રી સેવાઓમાં સતત વધારો કરતાં ઉત્તર Railway તંત્રએ હવે 35 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી રહ્યું છે.

Indian Railway: ઉત્તર રેલ્વે 22 ફેબ્રુઆરીથી યાત્રીઓ માટે શરૂ કરશે 35 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 17, 2021 | 10:32 PM

Indian Railway: ટ્રેનમાં મુસાફરોની સંખ્યા યાત્રી સેવાઓમાં સતત વધારો કરતાં ઉત્તર Railway તંત્રએ હવે 35 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી રહ્યું છે. રેલ્વે  મુસાફરો પણ રિઝર્વેશન વગરની ટિકિટ સાથે 22 ફેબ્રુઆરીથી ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. જો કે આ સુવિધા ફક્ત પસંદગીની ટ્રેનોમાં જ મળશે. Railway પ્રધાન પિયુષ ગોયલે પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મુસાફરોની સેવાઓમાં સતત વધારો કરતાં  ભારતીય રેલ્વે 22 ફેબ્રુઆરીથી 35 અન-રિઝર્વ ટિકિટના મુસાફરો માટે  મેઈલ અને વિશેષ એક્સપ્રેસ ટ્રેનની સેવા કરશે.

નોંધનીય છે કે કોરોનાને લીધે ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ પર જ  વિશેષ ટ્રેનોમાં જ મુસાફરીની મંજૂરી હતી. પરંતુ હવે મુસાફરો સામાન્ય ટિકિટ એટલે કે અન-રિઝર્વ ટિકિટ સાથે ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. જેની માટે ઉત્તર રેલ્વે 35 મેઈલ અને વિશેષ ટ્રેનોને ચલાવશે. આ સંદર્ભમાં ઉત્તર રેલ્વેના પ્રવક્તા દિપક કુમારે મંગળવારે જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે 22 ફેબ્રુઆરીથી 35 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Local Body Poll 2021: કોરોનાના નામે આમ જનતા દંડાય અને નેતાઓને છૂટ? જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">