નાણાં મંત્રી Nirmala Sitharaman બપોરે 3 વાગે પત્રકાર પરિષદ સંબોધશે, આર્થિક રાહત પેકેજની જાહેરાતની શક્યતા

|

Jun 28, 2021 | 1:35 PM

કોરોનની બીજી લહેર બાદ લોકડાઉન અને પ્રતિબંધોના કારણે ઘણી આર્થિક સમસ્યાઓ ઉભી થઇ છે. ત્રીજી લહેરના ભણકારાઓ વચ્ચે આર્થિક રાહતના પગલાં આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે.

નાણાં મંત્રી Nirmala Sitharaman બપોરે 3 વાગે પત્રકાર પરિષદ સંબોધશે, આર્થિક રાહત પેકેજની જાહેરાતની શક્યતા

Follow us on

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન(finance minister nirmala sitharaman )આજે બપોરે 3 વાગ્યે એક પત્રકાર પરિષદને સંબોધન કરશે. દેશમાં COVID-19 ની બીજી લહેરને કારણે સર્જાયેલી આર્થિક સમસ્યાઓ બાબતે નાણા પ્રધાન કેટલીક રાહત જાહેર કરી શકે છે

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાણા મંત્રાલય આર્થિક રાહતનાં પગલાં હેઠળ રૂ 4.5 લાખ કરોડની એનર્જી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના (ECLGS)નો સમાવેશ કરી શકે છે. ટાયર 2 શહેરો શહેરોમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાની યોજનાનું અનાવરણ પણ થઇ શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભારતના ટોચના CEOએ પણ સરકાર તરફથી મોટા નાણાકીય પ્રોત્સાહક અથવા ટેક્સ રાહતની માંગ કરી છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ મુદ્દો દર્શાવવામાં આવ્યો હતો. ઘણા ઉદ્યોગ અગ્રણીઓ હજી પણ COVID-19 ની ત્રીજી લહેર મામલે ચિંતિત છે.

ગુજરાત સહીત ઘણા રાજ્યમાં લાદવામાં આવેલા બીજી લહેર અને ત્યારબાદના પ્રતિબંધોની અસરમાંથી રિકવરી પ્રાપ્ત કરવા અર્થવ્યવસ્થાને મદદ કરવા માટે નાણાકીય પ્રોત્સાહન વધારવા માંગ થઇ રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી નાણાં મંત્રાલયના પ્રતિનિધિઓએ કહી રહયા છે કે કેન્દ્ર અર્થતંત્રને વેગ આપવા માટે એક ઉત્તેજના પેકેજ લાવી શકેછે.

 

Published On - 1:21 pm, Mon, 28 June 21

Next Article