જે કરદાતાઓ ઇન્કમટેક્સ પોર્ટલ(Income Tax Portal)માં મુશ્કેલીઓને કારણે અત્યાર સુધી ITR ફાઇલ કરી શક્યા નથી તેઓ 5000 રૂપિયાના દંડ સાથે 31 માર્ચ, 2022 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ જણાવ્યું છે કે ટેક્સ ઓડિટ રિપોર્ટ્સ (Tax Audit Reports) અને ITR નું ફિઝિકલ ફાઇલિંગ (Physical Filing of ITR) હવે શક્ય નથી.
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)ઈન્કમટેક્સ પોર્ટલની ટેકનિકલ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારને રિટર્ન ભરવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. ગુજરાત ઈન્કમ ટેક્સ બાર એસોસિએશને ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ITRની ફિઝિકલ કોપી સબમિટ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિશા એમ ઠાકોરની બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે ઈન્કમ ટેક્સ પોર્ટલની ખામીઓને ધ્યાનમાં રાખીને સરકારે ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપવી જોઈએ. સાથે જ કહ્યું કે સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ITR ફાઇલ કરવા માટે કેટલીક વ્યવહારુ પદ્ધતિ અપનાવવી જોઈએ. બીજી તરફ નિષ્ણાતો કહે છે કે જો સરકાર આવકવેરા પોર્ટલની ખામીઓને ધ્યાનમાં રાખીને ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપે છે તો તેનાથી કરદાતાઓને જ ફાયદો થશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ગ્રૂપ વતી જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે નવું આવકવેરા પોર્ટલ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. તેથી આકારણી વર્ષ 2021-22 માટે ટેક્સ ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવી જોઈએ. તેના પર બે ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે આવકવેરા સત્તાવાળાઓએ રિટર્ન ફાઈલ કરવામાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. આના પર સીબીડીટી વતી જણાવવામાં આવ્યું હતું કે કરદાતાઓએ હવે માત્ર ઓનલાઈન આઈટીઆર ફાઈલ કરવાનું રહેશે. ફિઝિકલ ફાઇલિંગ હવે શક્ય નથી.
નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-21) માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 હતી. જો તમે ITR ફાઇલ કરી શક્યા નથી તો તમે 31 માર્ચ 2022 સુધીમાં વિલંબિત ITR (Belated ITR) ફાઇલ કરી શકો છો. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વીતી ગયા પછી કરદાતા પાસે Belated ITR ફાઇલ કરવાની તક હોય છે.
જો કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં ITR ફાઇલ નહીં કરે તો આવકવેરા વિભાગ કરની જવાબદારીના 50 ટકા સુધીનો દંડ ફટકારી શકે છે. ક્ષેત્રના જાણકાર બળવંત જૈન કહે છે કે આવા કરદાતાઓની સમસ્યા માત્ર દંડથી પુરી થતી નથી. જો ITR ન ભરાય તો આવકવેરા વિભાગ તેમના પર કેસ કરી શકે છે. વર્તમાન આવકવેરા કાયદા હેઠળ ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલ અને વધુમાં વધુ સાત વર્ષની જેલ થઈ શકે છે. આવકવેરા વિભાગ માત્ર ત્યારે જ કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે જો કરની જવાબદારી રૂ.10,000થી વધુ હોય.
આ પણ વાંચો : Budget 2022: જાણો બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફરગાથા ફોટો સ્ટોરી દ્વારા
આ પણ વાંચો : બજારમાં લેમિનેશનની દુકાનમાં Smart Aadhaar Card બનાવવું જોખમી સાબિત થઇ શકે છે, જાણો કઈ રીતે?
Published On - 9:47 am, Wed, 19 January 22