કોરોનાની બીજી લહેરથી રોકાણકારોમાં ભય ,FPI એ એપ્રિલમાં અત્યાર સુધીમાં 4615 કરોડ પરત ખેંચ્યા

વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (FPI) એપ્રિલમાં અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી રૂ 4,615 કરોડ ઉપાડ્યા છે.

  • Publish Date - 8:10 am, Mon, 19 April 21
કોરોનાની બીજી લહેરથી રોકાણકારોમાં ભય ,FPI એ એપ્રિલમાં અત્યાર સુધીમાં 4615 કરોડ પરત ખેંચ્યા
કોરોનાની બીજી લહેર સાથે સંક્રમણ વધતા FPI રોકાણ પરત ખેંચી રહ્યા છે .

વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (FPI) એપ્રિલમાં અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી રૂ 4,615 કરોડ ઉપાડ્યા છે. કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે વિદેશી રોકાણકારોમાં વિવિધ રાજ્યોમાં જાહેર પ્રતિબંધોની ઘોષણા બાદ બેચેની છે અને તેઓ ભારતીય બજારમાંથી ભાર નીકળી રહ્યાં છે. ડિપોઝિટરી ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ 1 થી 16 એપ્રિલની વચ્ચે શેર્સમાંથી રૂ 4643 ઉપાડ્યા છે અને ઋણપત્ર અથવા બોન્ડ બજારમાં ૨૮ કરોડ રોક્યા છે. આ રીતે, ભારતીય મૂડી બજારમાંથી તેની ચોખ્ખી ઉપાડ 4,615 કરોડ રૂપિયા થઈ છે.

FPIએ માર્ચમાં બજારોમાં રૂ 17,304 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 23,663 કરોડ અને જાન્યુઆરીમાં રૂ 14,649 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. કોટક સિક્યુરિટીઝના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ-બેઝિક રિસર્ચ રૂડમિક ઓઝાએ જણાવ્યું હતું કે ઘણા રાજ્યોએ કોવિડ -19 ને કાબૂમાં કરવા પ્રતિબંધિત પગલાં લીધાં છે. સંક્રમણના વધતા જતા કેસો અને ભારતીય ચલણના વિનિમય દરમાં ઘટાડો થવાના ભયથી વિદેશી રોકાણકારો ભંડોળ પાછું ખેંચી રહ્યા છે. ”

રોકાણકારોની સમજને અસર થઈ છે એલ.કે.પી. સિક્યોરિટીઝના હેડ (રિસર્ચ) એસ રંગનાથને કહ્યું કે, “કોરોના વાયરસના ફેલાવાને કારણે એકંદર ધારણાને અસર થઈ છે. રોગચાળાના પ્રસારને રોકવા માટે કેટલાક રાજ્યોએ પગલા લીધા છે. ગયા અઠવાડિયે ફાર્મા સિવાય અન્ય તમામ સૂચકાંકો તૂટ્યા હતા. ”

રોકાણકારોને 4.33 લાખ કરોડનું નુકસાન ગત સપ્તાહે BSEની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં 4.33 લાખ કરોડનો ઘટાડો થયો છે. અગાઉના સપ્તાહે તમામ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 209.63 લાખ કરોડ હતું જે ઘટીને 205.30 લાખ કરોડ થઈ હતી. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાત કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) રૂ 1,41,628.37 કરોડ ઘટી છે . સૌથી વધુ નુકશાન ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT) ક્ષેત્રની કંપનીઓને થયું હતું. સેન્સેક્સમાં આખા અઠવાડિયામાં 759 પોઇન્ટનો ઘટાડો થયો હતો.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati