Home Isolation હેઠળ CORONA નો ઈલાજ કરાવનારને પણ હવે વીમાનું કવચ મળશે , જાણો કઈ રીતે ?

|

Apr 28, 2021 | 10:54 AM

ઘણા લોકોને હોમ આઇસોલેશન(home isolation)માં એટલે કે તેમને ઘરે રહીને સારવાર લેવાની ફરજ પડે છે. હવે આ દર્દીઓ માટે એક સારા સમાચાર છે.

Home Isolation હેઠળ  CORONA નો ઈલાજ કરાવનારને પણ હવે વીમાનું કવચ મળશે , જાણો કઈ રીતે ?
હોસ્પિટલમાં દાખલ ન હોવા છતાં દર્દીઓ આરોગ્ય વીમાનો લાભ મેળવી શકે છે.

Follow us on

દેશમાં કોવિડ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હોસ્પિટલોમાં ક્યાંક ઓક્સિજનની અછત છે તો ક્યાંક બેડ મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં ઘણા લોકોને હોમ આઇસોલેશન(home isolation)માં એટલે કે તેમને ઘરે રહીને સારવાર લેવાની ફરજ પડે છે. હવે આ દર્દીઓ માટે એક સારા સમાચાર એ છે કે હોસ્પિટલમાં દાખલ ન હોવા છતાં તેઓ આરોગ્ય વીમાનો લાભ મેળવી શકે છે. ચાલો આપણે જાણીએ કે તે કેવી રીતે શક્ય છે.

ઘણી હોસ્પિટલો કોવિડના દર્દીઓને હોમકેર પેકેજો પ્રદાન કરી રહી છે. આવા પેકેજ પર આરોગ્ય વીમો મેળવી શકાય છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સના ક્લેમ્સ, અન્ડરરાઇટીંગ અને રીન્સ્યુરન્સ હેડ સંજય દત્તાએ જણાવ્યું હતું કે તેમની કંપની દર મહિને હોમ ટ્રીટમેન્ટના આશરે 1000 કેસ મેળવે છે.

RenewBuyના કો – ફાઉન્ડર ઇન્દ્રનીલ ચેટર્જીએ કહ્યું કે નિર્દેશ મુજબ આ સુવિધા તમામ પોલિસીઓ હેઠળ આવરી લેવામાં આવે છે. બની શકે કે તે કેટલીક જૂની પોલિસીઓમાં આવરી લેવામાં આવતું નથી પરંતુ તે બધી નવી પોલિસીઓમાં આવરી લેવામાં આવ્યું છે. તમે તમારી વીમા કંપનીના કોલ સેન્ટરથી માહિતી મેળવી શકો છો કે શું આ કવર તેની પોલિસીમાં શામેલ છે કે નહીં.?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હોસ્પિટલોના આવા હોમકેર પેકેજોમાં દવા, નર્સ અને ડોક્ટરની વિઝીટ, સીટી સ્કેન, એક્સ-રે અને કોવિડ પરીક્ષણ જેવી સુવિધાઓ શામેલ છે. જ્યાં સુધી દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેના તમામ તબીબી ખર્ચ તેમાં આવરી લેવામાં આવે છે.

શરતો શું છે?
આ પ્રકારની પોલિસીનો લાભ લેવા માટે તમારે કેટલીક પૂર્વનિર્ધારિત પરિસ્થિતિઓની વિશેષ કાળજી લેવી પડશે. સૌ પ્રથમ, દર્દીનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ આઈસીએમઆર દ્વારા માન્ય લેબમાંથી હોવો જોઈએ. રિપોર્ટ RT-PCR નો હોવો જોઈએ જેમાં સ્પાસમેન રેફરલ ફોર્મ (SRF) આઈડી પણ છે. બીજી શરત એ છે કે હોમ આઇસોલેશન અને સારવાર દરમિયાન દર્દી ડોક્ટરની સલાહ લેતો હોય તે જરૂરી છે.

કોરોના કવચઅને કોરોના રક્ષક પોલિસી : જો કોઈની પાસે કોરોના કવચ અથવા કોરોના રક્ષક પોલિસી હોય તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. આ બંને પોલિસી હોમ કેરની સારવારને આવરે છે.

 

Next Article