EPFO : ટૂંક સમયમાં તમારા ખાતામાં જમા થઇ શકે છે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે ચેક કરો PF Account Balance

|

Sep 29, 2022 | 9:18 AM

જ્યારે પીએફ બેલેન્સ તપાસવાની વાત આવે છે ત્યારે લોકો આ કામ પોતાની રીતે કરે છે. પીએફ બેલેન્સ ચેક કરવા માટે ઘણી પ્રક્રિયાઓ છે. પરંતુ કઈ પદ્ધતિ તમને અનુકૂળ છે તે વધુ મહત્વનું છે. જો તમે PF છો તો તમારે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા UAN વિશે જાણવું જોઈએ.

EPFO : ટૂંક સમયમાં તમારા ખાતામાં જમા થઇ શકે છે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે ચેક કરો PF Account Balance
EPFO
Image Credit source: File Photo

Follow us on

જો તમારું પણ PF Acount છે તો તમને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તમારા પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF ના વ્યાજના નાણાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે. લગભગ 6 કરોડ રોજગારી ધરાવતા લોકોને આનો ફાયદો થશે. EPFOએ આ વર્ષ માટે 8.1 ટકા વ્યાજ નક્કી કર્યું છે. આ વ્યાજ દર 40 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર છે. અગાઉ સરકાર 8.5 ટકાના દરે વ્યાજ આપતી હતી પરંતુ આ વખતે વ્યાજ તમારા પીએફ ખાતામાં 8.1 ટકાના દરે ટ્રાન્સફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર PFનું વ્યાજ 30 ઓગસ્ટ સુધી ટ્રાન્સફર થવાનું હતું પરંતુ હજુ સુધી EPFOના સભ્યોના ખાતામાં આ પૈસા આવ્યા નથી. આ સ્થિતિમાં જો તમારી પાસે પણ PF Account છે અને પૈસા આવવાના છે તો તમે ઘરે બેસીને તમારું બેલેન્સ ચેક કરી શકો છો.

તમે આ  સરળ રીતે PF બેલેન્સ ચેક કરી શકો છો.

EPFO ​​વેબસાઇટ

તમે EPFO ​​વેબસાઈટ પર જઈને PF બેલેન્સ ચેક કરી શકો છો. વેબસાઇટ પર, ‘મેમ્બર પાસબુક’ પર જાઓ જે કર્મચારી વિભાગમાં ઉપલબ્ધ છે. અહીં UAN અને પાસવર્ડ નાખીને લોગિન કરો અને PF પાસબુક જુઓ. અહીં તમે તમારા પોતાના પૈસા અને કંપની દ્વારા જમા કરાયેલા પૈસા અલગથી જોશો. PFનું ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ પણ બતાવવામાં આવશે. પીએફ પર મળતું વ્યાજ પણ દેખાશે. જો તમારા UAN સાથે એક કરતાં વધુ PF એકાઉન્ટ લિંક છે તો તમામ એકાઉન્ટનું બેલેન્સ બતાવવામાં આવશે.

EPFO સબ્સ્ક્રાઇબર પોર્ટલ પર લોગ ઈન કરીને પણ પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે. તમારે આ લિંક પર જવું પડશે- epfindia.gov.in/site_en/index.php  સરળ સ્ટેપ્સ દ્વારા તમે બેલેન્સ ચેક કરી શકો છો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 ઉમંગ એપ દ્વારા

EPFO સબ્સ્ક્રાઇબર્સ તેમના સ્માર્ટફોન પર UMANG એપનો ઉપયોગ કરીને તેમનું PF બેલેન્સ પણ ચેક કરી શકે છે. EPFO યુઝર્સ તેમાં EPF પાસબુક જોઈ શકે છે. આ ઉપરાંત તેઓ EPF ક્લેમ ટ્રેક પણ કરી શકે છે. આ લાભ મેળવવા માટે EPF સભ્યોએ તેમના મોબાઈલ ફોનમાં UMANG એપ ડાઉનલોડ કરવી પડશે.

 SMS દ્વારા

સબસ્ક્રાઇબર 7738299899 પર SMS મોકલીને પણ પોતાનું PF બેલેન્સ ચેક કરી શકે છે. SMS ટેક્સ્ટ ફોર્મેટ હશે – EPFOHO UAN ENG. SMSમાં છેલ્લા ત્રણ નંબરો તમારી ભાષાના પહેલા ત્રણ અક્ષરો હશે.  જો કે, SMS એ મોબાઇલ નંબર પરથી મોકલવાનો રહેશે જે UAN સાથે રજીસ્ટર્ડ છે.

મિસ્ડ કોલ દ્વારા

EPFO સભ્ય તેની મિસ્ડ કોલ સેવાનો ઉપયોગ કરીને પણ તેનું PF બેલેન્સ ચેક કરી શકે છે. આ માટે, સબસ્ક્રાઇબરે તેના UAN રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આમ કરવાથી, EPFO ​​તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર PF વિગતો મોકલે છે.

Published On - 8:53 am, Thu, 29 September 22

Next Article