EPFO : કર્મચારી મૃત્યુ પામે તો Provident Fund માં જમા પૈસાનું શું થાય છે, લાખો રૂપિયા કોને મળે છે? વાંચો આ પ્રશ્નોના જવાબ

|

Jul 24, 2023 | 8:16 AM

EPFO : નોકરી કરતી લગભગ દરેક વ્યક્તિ પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ(Provident Fund)માં પૈસા જમા કારાવે છે. દર મહિને જમા થતી રકમ તમારી નિવૃત્તિ સુધી મોટી સંખ્યામાં પહોંચી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી તમારા PF માં જમા કરાયેલા પૈસાનું શું થાય છે?

EPFO : કર્મચારી મૃત્યુ પામે તો Provident Fund માં જમા પૈસાનું શું થાય છે, લાખો રૂપિયા કોને મળે છે? વાંચો આ પ્રશ્નોના જવાબ

Follow us on

EPFO : નોકરી કરતી લગભગ દરેક વ્યક્તિ પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ(Provident Fund)માં પૈસા જમા કારાવે છે. દર મહિને જમા થતી રકમ તમારી નિવૃત્તિ સુધી મોટી સંખ્યામાં પહોંચી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી તમારા PF માં જમા કરાયેલા પૈસાનું શું થાય છે? જો તમે નોમિની બનાવી હોય તો તેને પૈસા કેવી રીતે મળે છે?

રોકાણનો એક અગત્યનો નિયમ એ છે કે હંમેશા નોમિની બનાવો, જેથી તમારા મૃત્યુ પછી તમારા પૈસા સુરક્ષિત રહે અને તમારા નજીકના અને પ્રિયજનોના હાથમાં પહોંચી જાય. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) તમને ભવિષ્ય નિધિ માટે નોમિની બનાવવાની પણ મંજૂરી આપે છે.

PF ખાતામાં નોમિની કોણ ઉમેરી શકે?

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ની માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ વ્યક્તિ ઈપીએફ ખાતામાં તેના પરિવાર અને પરિવારના સભ્યોને નોમિની બનાવી શકે છે. બીજી તરફ, જે વ્યક્તિનું કુટુંબ નથી તે અન્ય કોઈ વ્યક્તિને નોમિની બનાવી શકે છે. જો કે પાછળથી જો તેમનો પરિવાર આગળ આવશે તો પરિવારનું નામાંકન માન્ય ગણાશે.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

શું નોમિનેશન ઓનલાઈન થઈ શકે છે?

EPF ખાતામાં નોમિની બનાવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ ગઈ છે. ઈપીએફ ખાતાધારકના અચાનક મૃત્યુના કિસ્સામાં ઈ-નોમિનેશનનો ફાયદો ઘણો છે. આ EPFO ​​વિભાગને ખાતાધારકના નાણાં નોમિનીના ખાતામાં જલદી ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. તે જ સમયે, નોમિનીને ખાતાધારકના EPF, પેન્શન સ્કીમ અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમના ફંડમાં ઓનલાઈન એક્સેસનો લાભ મળે છે.

જ્યારે કોઈ નોમિની ન હોય તો મૃત્યુ પછી PF નું શું થશે?

EPFO ના નિયમો મુજબ, જો તમારા EPF ખાતાનો કોઈ નોમિની નથી, તો તમારી PF જમા રકમ પરિવારના સભ્યોમાં સમાન રીતે વહેંચવામાં આવશે. જો કુટુંબનો કોઈ યોગ્ય સભ્ય હાજર ન હોય, તો પૈસા તમારા કાનૂની વારસદારના ખાતામાં મોકલવામાં આવશે.

EPF ખાતામાં નોમિની કેવી રીતે બનાવશો?

  • જો તમે EPF ખાતામાં નોમિની બનાવવા માંગો છો, તો સૌથી પહેલા EPFOની વેબસાઈટ પર જાઓ.
  •  સર્વિસ સેગમેન્ટ હેઠળ Employee પર ક્લિક કરો અને પછી ‘મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ’ પર ક્લિક કરો.
  • આ પછી UAN નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરો.
  • હવે ‘મેનેજ’ ટેબ હેઠળ ‘ઈ-નોમિનેશન’ પર ક્લિક કરો.
  • અહીં આપેલી જરૂરી માહિતી અપડેટ કરો અને તેને સાચવો.
  • કુટુંબની ઘોષણા આપો, અને કુટુંબના અન્ય સભ્યોની વિગતો આપો. તમે એક કરતાં વધુ નોમિની ઉમેરી શકો છો.
  • આ પછી ઈ-સાઇન પર ક્લિક કરો અને OTP દાખલ કરીને સેવ કરો.
Next Article