દરેક પગારદાર વ્યક્તિ(Salaried person) પોતાના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જમા કરાવે છે. આ માટે સરકારે વર્ષ 2004માં કર્મચારી નિધિ સંગઠન શરૂ કર્યું હતું. નોંધનીય છે કે પીએફ ખાતામાં UAN નંબર આપવામાં આવે છે. આ સાથે આ નંબર સાથે પાસવર્ડ પણ આપવામાં આવે છે. તમે તમારું PF એકાઉન્ટ તેના UAN નંબર અને પાસવર્ડ દ્વારા ઓપરેટ કરી શકો છો. તમે આ નંબર અને પાસવર્ડ વડે તમામ પ્રકારની ઈ-નોમિનેશન પ્રક્રિયા અને એકાઉન્ટ સ્ટેટસ ચેક વગેરે કરી શકો છો.તમને જણાવી દઈએ કે EPFO તેના તમામ ખાતાધારકોને તેના UAN પોર્ટલ દ્વારા જ તમામ પ્રકારની માહિતી આપે છે. જો તમે નોકરી બદલો છો તો તમારે વારંવાર યુએન નંબર બદલવાની જરૂર નથી.
આવી સ્થિતિમાં જો તમે ક્યારેય UAN નંબરનો પાસવર્ડ ભૂલી જાઓ છો તો આવી સ્થિતિમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાસવર્ડ વિના તમને પીએફ એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે PF એકાઉન્ટના UAN નંબરનો પાસવર્ડ કેવી રીતે જનરેટ કરવો