EPF ઉપાડો તો ITRમાં માહિતી કરવી પડશે જાહેર નહી તો ભરવો પડશે દંડ, જાણો શું છે નવા નિયમ

|

Nov 30, 2020 | 10:34 AM

નિવૃત્તિ બાદ આર્થિક સધ્ધરતા  અને બચત માટે EPF (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ)એક સારો વિકલ્પ ગણાય છે.  નોકરીયાતો માટે EPF માં યોગદાન ફરજિયાત છે. આ બચત જરૂરિયાત સમયે PF  એકાઉન્ટમાંથી ઉપાડી પણ શકાય છે પરંતુ એ ચોક્કસ ધ્યાનમાં રાખવું કે જરૂરિયાત સમયે ઉપાડેલા EPF નાણાં પર ટેક્સ ભરવો પડી શકે છે. જો તમે ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે, […]

EPF ઉપાડો તો ITRમાં માહિતી કરવી પડશે જાહેર નહી તો ભરવો પડશે દંડ, જાણો શું છે નવા નિયમ

Follow us on

નિવૃત્તિ બાદ આર્થિક સધ્ધરતા  અને બચત માટે EPF (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ)એક સારો વિકલ્પ ગણાય છે.  નોકરીયાતો માટે EPF માં યોગદાન ફરજિયાત છે. આ બચત જરૂરિયાત સમયે PF  એકાઉન્ટમાંથી ઉપાડી પણ શકાય છે પરંતુ એ ચોક્કસ ધ્યાનમાં રાખવું કે જરૂરિયાત સમયે ઉપાડેલા EPF નાણાં પર ટેક્સ ભરવો પડી શકે છે. જો તમે ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે, તો તમારે ITR  ફાઇલ કરતી વખતે આ માહિતી આપવી પડશે. કેટલાક કિસ્સાઓમાં ઇપીએફમાંથી ઉપાડેલા પૈસા પર ટેક્સમાં છૂટ  છે, પરંતુ આ છતાં  માહિતી આઈટીઆરમાં આપવી ફરજીયાત છે.


જો તમે 2019-20 દરમિયાન ઇપીએફ પાસેથી પૈસા ઉપાડ્યા છે, તો તમારે આઇટીઆરમાં માહિતી આપવી પડશે. કેટલાક કિસ્સાઓમાં કર મુક્તિ ઉપલબ્ધ છે. જો કર્મચારી સેવામાં 5 વર્ષ પૂર્ણ કરે છે અને પછી ઇપીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે, તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવશે નહીં. 5 વર્ષ પેહલા ઉપાડ કરવામાં આવે તો તે ઉપર  માત્ર માંદગીની સ્થિતિમાં જ ટેક્સ છૂટ આપવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

નોકરી બદલવાના કિસ્સામાં અથવા ઇપીએફની રકમ નવા ખાતામાં ટ્રાન્સફર કરવા પર ટેક્સમાં છૂટ મળશે. કોવિડ -19 ને કારણે ઇપીએફ ઉપાડના કિસ્સામાં ટેક્સ છૂટ લાગુ છે, જે હેઠળ તમે ઇપીએફ બેલેન્સના 75% અથવા 3 મહિનાના ડીએ અને મૂળ પગાર પૈકી એ ઓછું હોય તે ઉપાડી શકાય છે. ટેક્સ નિષ્ણાતો કલમ 10 (12) હેઠળ આ જરૂરી માહિતી આઇટીઆરમાં વિગતવાર ઉલ્લેખ કરવાની ભલામણ કરી રહ્યાં  છે.

કેટલાક મામલાઓમાં  ઇપીએફમાંથી ઉપાડેલી સંપૂર્ણ રકમ પર ટેક્સ ચૂકવવો પડે છે અને સેક્શન 80 સી હેઠળ આપવામાં આવેલી મુક્તિ સમાપ્ત થાય છે. ઉપડાયેલ રકમમાંથી, એમ્પ્લોયરના હિસ્સા પર પગાર તરીકે ટેક્સ લાગે છે, જ્યારે કર્મચારીનું યોગદાન અને  વ્યાજ પર અન્ય આવક તરીકે ટેક્સ લગાવાય છે.  જો આવકનો ખુલાસો ન કરવામાં આવે તો કરપાત્ર આવક જાહેર ન કરવા બદલ દંડ લાદવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article