દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે 2004 થી પેન્શન(Pension) સુવિધા બંધ કરી દીધી છે. જો કે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન એટલેકે EPFO શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તે ફક્ત સરકારી નોકરી કરતા લોકો માટે જ શરૂ કરવામાં આવતું હતું પરંતુ પછીથી તે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ શરૂ કરવામાં આવ્યું છે. હવે દેશમાં દરેક કર્મચારી(Employee)ના પગારનો એક ભાગ પીએફ ખાતા(PF Account)માં જાય છે. કર્મચારીઓને નિવૃત્તિ(Retirement) પછી પીએફ ખાતામાંથી લાભો મળે છે પરંતુ તેની સાથે બીજા ઘણા ફાયદા છે.
આમાં સૌથી વધુ 7 લાખની વીમા પોલિસી છે. આ સુવિધા અનુસાર કર્મચારી ફંડ ખાતાધારકના મૃત્યુ અથવા અચાનક બિમારીના કિસ્સામાં રૂપિયા 7 લાખની નાણાકીય સહાય તેના પરિવારને આપવામાં આવે છે. પરંતુ આ માટે તમારે ઈ-નોમિનેશન દાખલ કરવાનું કામ કરવું પડશે.
એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ સ્કીમ હેઠળ દરેક ખાતાધારકે પીએફ ખાતામાં નોમિની ફાઇલ કરવાની આવશ્યકતા છે. આ સ્થિતિમાં કર્મચારીના મૃત્યુના કિસ્સામાં અથવા કોઈ અકસ્માતના કિસ્સામાં રૂપિયા 7 લાખની સહાય તેના નોમિનીને આપવામાં આવે છે. આ માટે માત્ર ખાતાધારકોએ તેમનું નોમિનેશન કરવાનું રહેશે. જો તમે પણ તમારા પીએફ ખાતામાં નોમિનેશનની કામગીરી પતાવી નથી તો તેને જલદીથી પૂર્ણ કરો.