AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2030 સુધી દેશની ડીજીટલ ઈકોનોમી 800 અબજ ડોલર સુધી પહોચવાની આશા: નાણામંત્રીનું નિવેદન

વર્ષ 2020 માં ડિજિટલ અર્થતંત્ર 85 થી 90 અબજ યુએસ ડોલરના સ્તરે હતું અને લોકોની વધતી આવક અને ઈન્ટરનેટની પહોંચ સાથે તેમાં જોરદાર ઉછાળો આવશે.

2030 સુધી દેશની ડીજીટલ ઈકોનોમી 800 અબજ ડોલર સુધી પહોચવાની આશા: નાણામંત્રીનું નિવેદન
Finance Minister Nirmala Sitharaman (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:20 PM
Share

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister) શુક્રવારે જણાવ્યું હતું કે ઈન્ટરનેટની વધતી પહોચ અને લોકોની આવકમાં વધારો થવાને કારણે ભારતની ડિજિટલ ઈકોનોમી (Digital Economy) 2030 સુધીમાં 800 બિલિયન ડોલર સુધી પહોંચે તેવી અપેક્ષા છે. IIT બોમ્બે એલ્યુમની એસોસિએશનને વર્ચ્યુઅલ રીતે સંબોધતા, તેમણે કહ્યું કે ભારતમાં 6,300 થી વધુ ફિનટેક (Fintech) છે, જેમાંથી 28 ટકા રોકાણ ટેક્નોલોજીમાં, 27 ટકા ચૂકવણીમાં, 16 ટકા ધિરાણમાં અને 9 ટકા બેન્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે, જ્યારે 20 ટકાથી વધુ અન્ય ક્ષેત્રોમાં છે. નાણા પ્રધાને કહ્યું કે આ સાબિત કરે છે કે આ ફિનટેક એક જગ્યાએ કેન્દ્રિત નથી પરંતુ અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ પ્રવૃત્તિઓમાં ફેલાયેલ છે.

2030 સુધીમાં ડિજિટલ અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિ શક્ય

નાણામંત્રીએ કહ્યું કે વર્ષ 2020માં ડિજિટલ ઈકોનોમી 85 થી 90 બિલિયન યુએસ ડોલરના સ્તરે હતી અને ઈન્ટરનેટની વધતી પહોચ, લોકોની આવક અને દેશમાં યુવાનોની વધતી સંખ્યાને કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડિજિટલ અર્થતંત્રમાં તીવ્ર તેજી આવશે અને 2030 સુધીમાં તે 800 બિલિયન ડોલરના સ્તરે પહોંચી જશે.

નાણામંત્રીના કહેવા પ્રમાણે, આ મામલે સરકારના પગલાં પણ મદદરૂપ થયા છે. સરકાર દ્વારા ઇ-કેવાયસી અને ઇ-આધાર જેવી ટેક્નોલોજીની રજૂઆત સાથે, છૂટક રોકાણકારોને શેરબજારમાં સરળતાથી પ્રવેશ મળ્યો છે. તેમણે માહિતી આપી હતી કે આ પગલાંને લીધે, માર્ચ 2016 સુધીમાં છૂટક રોકાણકારોના ખાતાઓની સંખ્યા લગભગ 4.5 કરોડ ખાતાઓથી વધીને 31 માર્ચ, 2021 સુધીમાં 88 કરોડ ખાતા સુધી પહોંચી ગઈ છે. એટલે કે આમાં બમણો વધારો જોવા મળ્યો છે.

ઈન્ટરનેટની પહોંચ વધવાથી વિકાસને વેગ મળશે

એક અહેવાલને ટાંકીને નાણા પ્રધાને કહ્યું કે ઈન્ટરનેટની પહોચમાં 10 ટકાના વધારાથી માથાદીઠ જીડીપીમાં 3.9 ટકાનો વધારો થયો છે. ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તાજેતરના બજેટમાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ (DBU)ની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ એકમો એક જગ્યાએથી કામ કરી શકે છે પરંતુ તેઓ ગમે તેટલા જિલ્લાઓને સેવા આપી શકે છે પરંતુ અમે 75 જિલ્લાઓને આવરી લેવાનો પણ લક્ષ્યાંક રાખીએ છીએ અને મને લાગે છે કે DPU બેંકિંગ સેવાઓની વધુ સારી ઍક્સેસ પ્રદાન કરશે.

નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે તાજેતરના વર્ષોમાં દેશમાં ડિજિટલ બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક ઈનોવેશનમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. સરકાર આ ક્ષેત્રોને સતત પ્રોત્સાહિત કરી રહી છે એ સુનિશ્ચિત કરવા માટે કે ડિજિટલ બેંકિંગના લાભો દેશના દરેક ખૂણે ખૂણે પહોંચે.

આ દિશામાં આગળ વધીને અને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર, તેમણે દેશના 75 જિલ્લાઓમાં અનુસૂચિત કોમર્શિયલ બેંકો દ્વારા 75 ડિજિટલ બેંકિંગ એકમો સ્થાપવાની દરખાસ્ત કરી, નિફિડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ના સંબંધમાં, નાણામંત્રીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં, 8.2 લાખ કરોડથી વધુના 4.5 અબજ વ્યવહારો થયા છે.

આ પણ વાંચો :  MONEY9: વાયદા બજાર અને હાજર બજારમાંથી કમાણી કરવી છે? બંને બજાર વચ્ચે શું સંબંધ છે? સમજવું છે? જુઓ આ વીડિયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">