અયોધ્યામાં ટુરિઝમથી ઉભી થશે રોજગારીની તકો, આ સેક્ટરમાં મળશે 2 લાખ નોકરીઓ!

ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે જ હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી રોજગારની ઘણી તકો ઉભી થશે. અનુમાન મુજબ, અયોધ્યાને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવીને અહીં 2 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. ચાલો જાણીએ કે કયા સેક્ટરમાં મળશે આ નોકરીઓ...

અયોધ્યામાં ટુરિઝમથી ઉભી થશે રોજગારીની તકો, આ સેક્ટરમાં મળશે 2 લાખ નોકરીઓ!
Follow Us:
| Updated on: Jan 26, 2024 | 11:00 AM

રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યા ટૂંક સમયમાં પર્યટનનું હબ બનવા જઈ રહ્યું છે. વૈશ્વિક પર્યટનનું હબ બનવાની સાથે અયોધ્યાને અનેક રીતે નવજીવન મળશે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિવાય રામ મંદિર પછી અહીં પુષ્કળ નોકરીઓની આશા છે.

અનુમાન મુજબ, મંદિરની આસપાસના શહેરો અને નગરોનો પણ આગામી 4થી 5 વર્ષમાં ઝડપથી વિકાસ થશે. આ સમયગાળા દરમિયાન, અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં લગભગ 150,000-200,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે. માનવ મૂડી સંચાલન પ્લેટફોર્મ બેટરપ્લેસ શો દ્વારા આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ સેક્ટરમાં નોકરીઓ વધશે

બેટરપ્લેસના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ અને કો-ફાઉન્ડર પ્રવીણ અગ્રવાલનું માનવું છે કે હોટેલ ચેઈનની વૃદ્ધિને કારણે નોકરીઓમાં વધારો થશે. આ સિવાય એપાર્ટમેન્ટ યુનિટ્સ, હેલ્થકેર સુવિધાઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે પણ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. ઘણા ક્ષેત્રોમાં, કામચલાઉ નોકરીઓ લગભગ 50,000થી વધીને 1 લાખ થઈ શકે છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

અહીં પણ છે તક

અર્થશાસ્ત્રીઓ અને જોબ નિષ્ણાતોએ જણાવ્યું છે કે હોટેલ સેક્ટર, હોસ્પિટાલિટી, ટૂરિઝમ, ફૂડ એન્ડ બેવરેજ, દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ, હેલ્થકેર, બેન્કિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં જોબની મોટી માંગ રહેવાની અપેક્ષા છે. રામજીના દર્શન માટે અયોધ્યામાં જે રીતે ભીડ વધી રહી છે તે જોઈને અંદાજ લગાવી શકાય છે કે આગામી વર્ષોમાં અહીં ઝડપી વિકાસ થવાની આશા છે.

આગામી થોડા મહિનામાં, દરરોજ 100,000-200,000 પ્રવાસીઓ અયોધ્યાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. તેની સાથે જ 10,000થી 30,000 નોકરીઓનું સર્જન થવાની આશા છે.

2100 કરોડના ખર્ચે નવું શહેર બનાવવામાં આવશે

અયોધ્યામાં જ 1400 એકરમાં નવી ટાઉનશીપ બનાવવામાં આવી રહી છે. તે લખનૌ-ગોરખપુર હાઈવેની બંને બાજુએ સ્થિત હશે. જેમાં મઠ અને આશ્રમ માટે 28 પ્લોટ રાખવામાં આવ્યા છે. જ્યારે 12 પ્લોટ હોટલ માટે છે. તે જ સમયે, સરયુના કિનારે થીમ પાર્ક બનાવવા, 14 કોસી પરિક્રમા માર્ગ બનાવવા અને રિંગ રોડ બનાવવાનું પણ કામ ચાલી રહ્યું છે.

અયોધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે શહેરનો વિકાસ એ રીતે થવો જોઈએ કે લોકો માત્ર અયોધ્યાની મુલાકાતે ન આવે. વાસ્તવમાં, અહીં એક-બે દિવસ રોકાય. આ સંદર્ભમાં પણ સમાજના દરેક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં ધર્મશાળા, હોમ સ્ટે અને હોટેલ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં દર્શનનો સમય લંબાયો, ભક્તો માટે સતત 15 કલાક સુધી સિંહાસન પર બિરાજશે ભગવાન રામ

Latest News Updates

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
g clip-path="url(#clip0_868_265)">