MONEY9: જો તમે કરશો આ કામ તો તમારે ક્યારેય કોઈ જોડે નહીં ફેલાવવો પડે હાથ, જુઓ આ વીડિયો
કહેવાય છે કે, જો તમને એક સાચો મિત્ર મળી જશે તો પછી તમારે હજારો લાખો સંબંધીઓની પણ જરૂર નથી. ઈમર્જન્સીની સ્થિતિમાં આ વાત કદાચ સાચી છે. જો તમે ઈમર્જન્સી ફંડ ઉભું કરેલું હશે તો આકસ્મિક ખર્ચની સ્થિતિમાં તે તમારા સાચા મિત્ર તરીકે કામ કરશે અને તમારે ક્યારેય કોઇ જોડે હાથ ફેલાવવો નહીં પડે.
ઇમર્જન્સી ફંડ (EMERGENCY FUND)ને તમારા ઘરમાં ઉપલબ્ધ એક ફર્સ્ટ એઈડ કિટ માનો. ઘરમાં જ્યારે કોઈને ઈજા પહોંચે છે, ત્યારે પહેલી અને તાત્કાલિક સારવાર તેનાથી જ થાય છે. તેવી જ રીતે ફાઈનાન્સિયલ લાઈફના નુકસાનથી ઉભરવા માટે પ્રત્યેક પરિવાર પાસે ઈમર્જન્સી ફંડ (FUND)ની ફર્સ્ટ એઈડ કિટ અવશ્ય હોવી જ જોઈએ. મની નાઈન (MONEY9 GUJARATI)ની સલાહ છે કે દરેક ફાઈનાન્સિયલ પ્લાનની શરૂઆત A, B, Cથી નહીં, પરંતુ Eથી થવી જોઈએ. E એટલે ઈમર્જન્સી ફંડ અને જો તે તમારી પાસે નથી તો અત્યારથી જ બનાવવાનું શરૂ કરી દો.
આ પણ જુઓ: MONEY9: તમારા વીમાના કાગળો સાચવીને રાખજો, નહીં તો પસ્તાશો, કેવી રીતે ? જુઓ આ વીડિયો
આ પણ જુઓ: MONEY9: એક ચાના ખર્ચમાં સુરક્ષિત કરો તમારા ઘરને, કેવી રીતે ? જુઓ આ વીડિયો