Elon Muskની કાર કંપની ટેસ્લાએ BITCOINથી માત્ર બે મહિનામાં કરોડો ડોલરની કમાણી કરી, જાણો કેવી રીતે

|

Apr 28, 2021 | 10:00 AM

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગસાહસિક એલોન મસ્ક(Elon Musk) ની ઇ-કાર કંપની ટેસ્લા(Tesla) એ જાન્યુઆરી 2021 દરમિયાન બિટકોઇન(Bitcoin) માં 1.5 અબજ ડોલરનું મજબૂત રોકાણ કર્યું હતું.

Elon Muskની કાર કંપની ટેસ્લાએ BITCOINથી માત્ર બે મહિનામાં કરોડો ડોલરની કમાણી કરી, જાણો કેવી રીતે

Follow us on

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગસાહસિક એલોન મસ્ક(Elon Musk) ની ઇ-કાર કંપની ટેસ્લા(Tesla) એ જાન્યુઆરી 2021 દરમિયાન બિટકોઇન(Bitcoin) માં 1.5 અબજ ડોલરનું મજબૂત રોકાણ કર્યું હતું. આ પછી માર્ચ સુધીમાં તેણે આ ક્રિપ્ટોકરન્સીથી 10.1 કરોડ ડોલરની કમાણી કરી છે. કંપનીએ માર્ચ 2021 ના ​​ત્રિમાસિક પરિણામોમાં અહેવાલ આપ્યો હતો કે તેણે બિટકોઇનના વેચાણથી 10.1 કરોડ ડોલરની કમાણી કરી હતી. મસ્કએ કહ્યું કે ટેસ્લાએ તેના હાલના બિટકોઇન્સનો 10 ટકા હિસ્સો વેચ્યો છે. જો કે તેણે બિટકોઈનમાં પોતાનું વ્યક્તિગત રોકાણ જાળવી રાખ્યું છે.

ટેસ્લાએ તેના ગ્રાહકોને બિટકોઇનમાં ચુકવણીની સુવિધા આપી છે
એલોન મસ્ક એ કહ્યું કે બિટકોઇન વેચવાનો હેતુ તેની લીકવીડિટીને સાબિત કરવાનો છે. ટેસ્લાએ જાન્યુઆરીમાં બિટકોઈનમાં 1.5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. કંપનીએ તેના ગ્રાહકોને બિટકોઈનમાં ચૂકવણી કરવાની સુવિધા પણ આપી હતી. પહેલા મસ્ક બીટકોઇનની તરફેણમાં ન હતા બાદમાં તેણે આ ક્રિપ્ટોકરન્સી વિશે પોતાનો અભિપ્રાય બદલ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે આ ડિજિટલ ચલણ 8 વર્ષ પહેલા ખરીદવું જોઈતું હતું. મસ્કએ કહ્યું કે બિટકોઇન એ સારી વસ્તુ છે મેં તેમાં રોકાણ કરવામાં વિલંબ કર્યો છે પરંતુ હું બિટકોઇન સમર્થક છું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ટેસ્લાની ચોખ્ખી આવકમાં 74% વધારો
બિટકોઇનની કિંમત તાજેતરમાં 65,000 ડોલરની નજીક પહોંચી ગઈ હતી. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં 7 ગણો વધારો થયો છે. ટેસ્લાએ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં 10.3 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું જ્યારે ચોખ્ખી આવક એક વર્ષ અગાઉના ગાળામાં 74 ટકા વધીને 43.8 કરોડ ડોલર થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેણે રેકોર્ડ 1,80,338 કારનું ઉત્પાદન કર્યું હતું અને 1,84,777 કાર ડિલિવરી કરી હતી. ટેસ્લાની યોજના છે કે આ વર્ષે ભારતમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે.

Published On - 9:06 am, Wed, 28 April 21

Next Article