AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હીરો મોટોકોર્પના ચેરમેનની બગડી દિવાળી, ઇડીએ જપ્ત કરી પવન મુંજાલની રુ. 24.95 કરોડની સંપતિ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હીરો મોટોકોર્પના ચેરમેન પવનકાંત મુંજાલની ત્રણ સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે જપ્ત કરી છે. EDએ નિવેદનમાં કહ્યું છે કે મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે પવનકાંત મુંજાલની 24.95 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

હીરો મોટોકોર્પના ચેરમેનની બગડી દિવાળી, ઇડીએ જપ્ત કરી પવન મુંજાલની રુ. 24.95 કરોડની સંપતિ
Hero MotoCorp
| Updated on: Nov 10, 2023 | 3:53 PM
Share

ધનતેરસ પર હીરો મોટોકોર્પના ચેરમેનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ હીરો મોટોકોર્પના સીએમડી અને ચેરમેન પવનકાંત મુંજાલની ત્રણ સ્થાવર મિલકતો હંગામી ધોરણે જપ્ત કરી છે. EDએ દિલ્હી સ્થિત પવનકાંત મુંજાલની લગભગ 24.95 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવી છે. EDની આ કાર્યવાહી બાદ હીરો મોટોકોર્મના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

EDએ આ વાત કહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન કાંત મુંજાલ સામે રૂ. 24.95 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી સ્થિત મુંજાલની ત્રણ સ્થાવર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે.

લગાવ્યા આવા આરોપ

નિવેદન અનુસાર, મુંજાલ સીએમડી (ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર) અને હીરો મોટોકોર્પ લિમિટેડના ચેરમેન છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 24.95 કરોડ રૂપિયા છે. પીએમએલએ હેઠળ મુંજાલ અને તેની કંપનીઓ સામે કેસ નોંધ્યા બાદ ઈડીએ ઓગસ્ટમાં દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ચાર્જશીટની સંજ્ઞાન લીધા પછી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેના પર ભારતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ વહન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

EDએ કહ્યું, “પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે 54 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવામાં આવ્યું હતું.” દરમિયાન, EDની કાર્યવાહી પછી, હીરો મોટોકોર્પના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કંપનીના શેર હાલમાં લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. 70થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">