ITR ફાઇલ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવકવેરા વિભાગે કરી આ અપીલ

|

Nov 24, 2024 | 10:56 PM

આવકવેરા વિભાગે તમામ કરદાતાઓને તેમની વિદેશી સંપત્તિની માહિતી સાથે ITR ફાઇલ કરવા જણાવ્યું છે. વિભાગે કહ્યું કે જેઓ 31 ડિસેમ્બર સુધી ITR ફાઇલ નહીં કરે. તેમની સામે એન્ટી બ્લેક મની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ITR ફાઇલ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવકવેરા વિભાગે કરી આ અપીલ

Follow us on

આવકવેરા વિભાગે તમામ કરદાતાઓને તેમના આવકવેરા રિટર્નની સાથે વિદેશી સંપત્તિઓ વિશેની માહિતી આપવાની જરૂર છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કરદાતાઓએ વિદેશી સંપત્તિ વિશે માહિતી આપવા માટે સાચું ફોર્મ ફાઇલ કરવું જોઈએ અને જો તેઓએ ખોટું ફોર્મ સબમિટ કર્યું છે તો તેઓએ તેમના રિટર્નમાં સુધારા કરવા જોઈએ. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં વિદેશી સંપત્તિ ધરાવતા બે લાખ લોકોએ ચાલુ આકારણી વર્ષ દરમિયાન ITR ફાઈલ કર્યું છે.

સીબીડીટી અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ભારતીયો જે આવકવેરો ચૂકવે છે અને તેઓ કમાણી કે ધંધા અર્થે વિદેશ ગયા હતા. જો તેમની પાસે વિદેશમાં પ્રોપર્ટી છે, તો તે તમામ લોકોએ તેમની વિગતો સાથે ITR ફાઇલ કરવી પડશે. આ સિવાય જો કોઈ કંપનીએ તમને વિદેશમાં કામ કરતી વખતે શેર આપ્યા હોય તો તમારે તેની માહિતી પણ આવકવેરા વિભાગને આપવી પડશે.

કંપ્લાયંસ કમ એવેયરનેસ પ્રોગ્રામ

આવકવેરા વિભાગ અને CBDTએ તાજેતરમાં કરદાતાઓને તેમના આવકવેરા રિટર્ન (ITR) માં શેડ્યૂલ ‘વિદેશી અસ્કયામતો’ (શેડ્યૂલ એફએ) ને યોગ્ય રીતે ભરવા માટે માર્ગદર્શિકા જાહેરી કરી અને AY 2024-25 માટે વિદેશી સ્ત્રોતોમાંથી આવક જાહેર કરી છે. આવકવેરા વિભાગે ‘કરદાતાઓ દ્વારા વિદેશી સંપત્તિ અને આવકની જાહેરાત વિષય પર એક ઓનલાઈન વાર્તાલાપ સત્રનું પણ આયોજન કર્યું હતું.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ દરમિયાન, CBDTમાં કમિશનર (તપાસ), શશિ ભૂષણ શુક્લાએ વિષયની વિવિધ જોગવાઈઓ અને એન્ટી બ્લેક મની એક્ટ 2015ના નિયમો સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે જો આવકવેરા રિટર્ન સમયસર ન ભરાય તો આ કાયદા હેઠળ શું સજા થઈ શકે છે અને કેટલો દંડ થઈ શકે છે.

તેમણે કહ્યું કે જેમની પાસે આવી સંપત્તિ અથવા આવક છે, પરંતુ જેમણે ITR-1 અથવા ITR-4 ફાઈલ કર્યું છે, તેમણે 31 ડિસેમ્બર, 2024 પહેલા આઈટીઆર ફાઈલ કરવી જોઈએ જેથી એન્ટી બ્લેક મની એક્ટ હેઠળ નિર્ધારિત દંડથી બચી શકાય.

આ પણ વાંચો: જામા મસ્જિદના સર્વેને લઈને પોલીસ પર પથ્થરમારો, ઈન્ટરનેટ-શાળા બંધ, કર્ફ્યુ જેવી સ્થિતિ

Next Article