મોંઘવારીનો વધુ એક માર! નેચરલ ગેસની કિંમતમાં થશે આટલો વધારો, CNGના રેટ પર થશે સીધી અસર

|

Sep 30, 2021 | 8:41 PM

Domestic gas price: સરકારે સ્થાનિક બજારમાં ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નવી કિંમત 1 ઓક્ટોબરથી લાગુ થશે.

મોંઘવારીનો વધુ એક માર! નેચરલ ગેસની કિંમતમાં થશે આટલો વધારો, CNGના રેટ પર થશે સીધી અસર
સીએનજી ગેસ બહુ જલ્દી મોંઘો થશે.

Follow us on

સરકારે કુદરતી ગેસ અથવા ઘરેલુ ગેસના ભાવમાં 62 ટકાનો મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. ઓક્ટોબર-માર્ચના છ માસિક ગાળા માટે (ઓક્ટોબર 2021 થી માર્ચ 2022) કુદરતી ગેસની કિંમત વધીને 2.90 ડોલર MMBTU (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ્સ) થઈ ગઈ છે. જ્યારે એપ્રિલ-સપ્ટેમ્બર 2021ના છ માસિક ગાળા માટે આ કિંમત MMBTU દીઠ 1.79 ડોલર હતી.

 

જો કુદરતી ગેસનું નિર્માણ મુશ્કેલ સ્થળોએ કરવામાં આવે છે, જ્યાં તેનું ઉત્પાદન કરવું વધુ જોખમી છે તો તેની કિંમત 6.13 ડોલર MMBTU નક્કી કરવામાં આવી છે. આ ગેસનો ઉપયોગ ખાતર તૈયાર કરવા, વીજળી અને સીએનજી ગેસ બનાવવા માટે થાય છે. આવી સ્થિતિમાં ટુંક સમયમાં હવે સીએનજી પણ મોંઘું થઈ જશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાથી જ આસમાને છે. આવી સ્થિતિમાં હવે સીએનજીની સવારી પણ ઘણી મોંઘી થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઘરેલું ગેસની કિંમત વર્ષમાં બે વખત નક્કી કરવામાં આવે છે, જે દરેક છ મહિના માટે લાગુ પડે છે. 30 સપ્ટેમ્બરે, આગામી છ મહિના માટે એટલે કે માર્ચ સુધી દર નક્કી કરવામાં આવે છે. 31 માર્ચે રેટ આગામી છ મહિના માટે એટલે કે 30 સપ્ટેમ્બર સુધી નક્કી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2018-19થી સ્થાનિક કંપનીઓ દ્વારા ઉત્પાદિત ગેસના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019ના એપ્રિલ-સપ્ટેમ્બર છ માસ માટે સ્થાનિક ગેસની કિંમત MMBTU દીઠ  3.69 ડોલર હતી.

 

ONGC, Oil India માટે સારા સમાચાર

એવું માનવામાં આવે છે કે એપ્રિલ 2022માં ફરી એકવાર કુદરતી ગેસના ભાવમાં મોટો વધારો થશે. આ સમાચાર ONGC, ઓઈલ ઈન્ડિયા, HOEC જેવી કંપનીઓ માટે ખૂબ સારા છે. આ તે કંપનીઓ છે જે કુદરતી ગેસનું ઉત્પાદન કરે છે.

 

બીજી બાજુ તેનો ઉપયોગ કરતી કંપનીઓ માટે આ સારા સમાચાર નથી. આવી સ્થિતિમાં ફર્ટિલાઈઝર કંપની, IGL, ગુજરાત ગેસ, MGL, કેટલીક વીજ કંપનીઓ માટે આ ખરાબ સમાચાર છે. આ સમાચારની અસર શુક્રવારે તેમના સ્ટોક્સ પર પણ જોવા મળશે.

 

 

આ પણ વાંચો :  ભારતીય અર્થતંત્રને લઈને મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આપ્યું નિવેદન, કહ્યું ‘આ નાણાકીય વર્ષમાં ગ્રોથરેટ રહેશે 10 ટકા’

 

Next Article