OIL PSU જારી કરી શકે છે મોટુ ડિવિડંડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં 75% CapEx પૂર્ણ કરવા સરકારની સૂચના

|

Dec 26, 2020 | 1:28 PM

સરકારી તેલ કંપનીઓ (OIL PSU) ને આ વર્ષે મોટું ડિવિડન્ડ (DIVIDEND) ચૂકવવું પડી શકે છે, કારણ કે આ ક્ષેત્રની લગભગ તમામ કંપનીઓ આ નાણાકીય વર્ષમાં Capital expenditures (CapEx) યોજનાથી ઘણી પાછળ છે. નવેમ્બર સુધીના તમામ ઓઇલ પીએસયુનો કુલ કેપેક્સ 46,303 કરોડ રૂપિયા હતો જે 98,522 કરોડ રૂપિયાના વાર્ષિક લક્ષ્યાંકના 50% કરતા પણ ઓછા છે. સરકારે […]

OIL PSU જારી કરી શકે છે મોટુ ડિવિડંડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં 75% CapEx પૂર્ણ કરવા સરકારની સૂચના
The government has asked oil companies to complete at least 75% capex by the end of the December quarter

Follow us on

સરકારી તેલ કંપનીઓ (OIL PSU) ને આ વર્ષે મોટું ડિવિડન્ડ (DIVIDEND) ચૂકવવું પડી શકે છે, કારણ કે આ ક્ષેત્રની લગભગ તમામ કંપનીઓ આ નાણાકીય વર્ષમાં Capital expenditures (CapEx) યોજનાથી ઘણી પાછળ છે. નવેમ્બર સુધીના તમામ ઓઇલ પીએસયુનો કુલ કેપેક્સ 46,303 કરોડ રૂપિયા હતો જે 98,522 કરોડ રૂપિયાના વાર્ષિક લક્ષ્યાંકના 50% કરતા પણ ઓછા છે.

સરકારે આ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં ઓછામાં ઓછું 75 ટકા કેપેક્સ પૂર્ણ કરવાનું કહ્યું છે તેથી આ કંપનીઓને વધુ ડિવિડન્ડ ચૂકવવા પડી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કોરોનથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે PSU દ્વારા રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કંપનીઓને ડિસેમ્બરના અંત સુધીમાં ઓછામાં ઓછા 75 ટકા અને માર્ચ સુધીમાં 100 ટકાથી વધુનો કેપેક્સ પૂર્ણ કરવાનું કહ્યું હતું.

OIL PSUની હાલત અન્ય કરતાં વધુ ખરાબ છે
લગભગ બધી સરકારી કંપનીઓને રોકાણ વધારવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ તેલ ક્ષેત્રની કંપનીઓની હાલત ઘણી ખરાબ છે. નવેમ્બરથી માંગમાં વધારો થયો છે, પરંતુ પરિસ્થિતિ હજી સામાન્ય કરતાં ઘણી નીચે છે. સરકારને ખ્યાલ આવી રહ્યો છે કે ક્રૂડના ભાવમાં વધારાને કારણે કેટલીક કંપનીઓને મોટો ઇન્વેન્ટરી ગેઇન મળશે. કેટલીક કંપનીઓને શેર બાયબેક્સ કરવાનું કહેવામાં આવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સરકાર જાન્યુઆરીના અંતમાં ડિવિડન્ડ અંગે નિર્ણય લઈ શકે છે
સૂત્રો અનુસાર ડિવિડન્ડ જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ત્રીજી ક્વાર્ટરના નાણાકીય પરિણામો બહાર આવ્યા પછી નક્કી કરી શકાય છે. સરકારે બજેટમાં આ નાણાકીય વર્ષ માટે બિન-નાણાકીય કંપનીઓ પાસેથી 65,747 કરોડ રૂપિયાના ડિવિડન્ડનો અંદાજ લગાવ્યો છે. આ વધારાથી સરકારની નોન – ટેક્સ રેવન્યુમાં વધારો કરશે.

કંપનીઓને કેપેક્સ અથવા ડિવિડન્ડના રૂપમાં વધુ ખર્ચ કરવો પડશે
PSUના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીઓએ કેપેક્સ અથવા વધારાના ડિવિડન્ડ તરીકે વધુ ખર્ચ કરવો પડશે. નાણાકીય અને પ્રોજેક્ટ અમલીકરણની મર્યાદાને કારણે કંપનીઓ કેપેક્સ યોજના પૂર્ણ કરવામાં અસમર્થ છે. કોરોના રોગચાળાને કારણે માંગમાં ઘટાડો થયો છે અને પ્રોજેક્ટનો અમલ ધીમો પડી ગયો છે.

OIL PSU  કેપેક્સ અંગે કામગીરી 

Published On - 1:24 pm, Sat, 26 December 20

Next Article