DISINVESTMENT : 10 કંપનીઓમાં હિસ્સેદારી વેચી શકે છે સરકાર, જાણો ક્યા નામ છે મોખરે

|

Jun 05, 2021 | 5:45 PM

કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રના 10 ઉપક્રમો (PSU) માં ડિસઇન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સંપૂર્ણ ખાનગીકરણનો માર્ગ અપનાવી શકાય છે

DISINVESTMENT : 10 કંપનીઓમાં હિસ્સેદારી વેચી શકે છે સરકાર, જાણો ક્યા નામ છે મોખરે
FY 2021-222 માટે 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનો સરકારનો લક્ષ્યાંક છે

Follow us on

કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રના 10 ઉપક્રમો (PSU) માં ડિસઇન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સંપૂર્ણ ખાનગીકરણનો માર્ગ અપનાવી શકાય છે અથવા સરકાર તેમાં પોતાનો હિસ્સો વેચી શકે છે. ઉલ્લેખનીય છે જે બજેટ બાદ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટના નિર્ણયને અમલમાં મુકવા જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે.

 

FY 2021-222 માટે 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક
FY 2021-2022 માટેના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક 1.75 લાખ કરોડ રખાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર આ માટે ઓફર ફોર સેલ (OFS) વિકલ્પનો ઉપયોગ પણ કરી શકે છે. કેબિનેટ સચિવે વ્યૂહાત્મક રોકાણો અંગે સમયમર્યાદા અને અન્ય માહિતી માંગી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

નીતિ આયોગ અને Department of Investment and Public Asset Management (DIPAM) એ PSUની યાદી તૈયાર કરવા કહેવામાં આવ્યું છે જેમાં તેઓ હિસ્સો વેચી શકાય છે. આમાં નેવેલી, હુડકો, એમએમટીસી જનરલ ઇન્સ્યુરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ શામેલ હોઈ શકે છે. આ સિવાય ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન, રેલ વિકાસ નિગમ સહિત ત્રણ PSUમાં ઓછામાં ઓછી હિસ્સેદારી રખાઈ શકે છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ વર્ષના બજેટમાં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને રૂ 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે કોરોના મહામારીની બીજી લહેરના કારણે સરકારની યોજનાને સફળ થવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની માલિકીની કંપનીઓમાં હિસ્સો વેચીને ભંડોળ ઉભું કરવાના સરકારના ઘણા લક્ષ્યો પૂરા થયા નથી.

 

બીજી તરફ નીતિ આયોગે જાહેર ક્ષેત્રની બેંકોના નામ ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા અંતર્ગત ખાનગીકરણ થવાની છે તે ડિસઇન્વેસ્ટમેન્ટ પર સચિવોની કોર કમિટી સમક્ષ રજૂ કર્યા છે.

 

 

Published On - 5:44 pm, Sat, 5 June 21

Next Article