દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરથી પાટા ઉપર દોડશે, આજથી બુકીંગ શરુ

|

Oct 08, 2020 | 4:33 PM

અનલોક દરમ્યાન રફ્તાર પકડતા જીવન સાથે દેશની પ્રથમ ખાનગી ટ્રેન પણ હવે પાટા ઉપર રફ્તાર પકડવા જઈ રહી છે. IRCTCએ તહેવારોમાં બિઝનેસને જતો ન કરવા 17 ઓક્ટોબરથી ટ્રેન ફરી શરુ કરવા જાહેરાત કરી છે. આજથી IRCTCએ બુકિંગનો પણ પ્રારંભ કરી દીધો છે. કોવીડ 19 ગાઈડલાઈનને અનુસરતા ટ્રેનમાં મુસાફરીના નિયમોમાં વધતા-ઓછા ફેરફાર જોવા મળશે. કંપનીએ હાલની […]

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરથી પાટા ઉપર દોડશે, આજથી બુકીંગ શરુ

Follow us on

અનલોક દરમ્યાન રફ્તાર પકડતા જીવન સાથે દેશની પ્રથમ ખાનગી ટ્રેન પણ હવે પાટા ઉપર રફ્તાર પકડવા જઈ રહી છે. IRCTCએ તહેવારોમાં બિઝનેસને જતો ન કરવા 17 ઓક્ટોબરથી ટ્રેન ફરી શરુ કરવા જાહેરાત કરી છે. આજથી IRCTCએ બુકિંગનો પણ પ્રારંભ કરી દીધો છે. કોવીડ 19 ગાઈડલાઈનને અનુસરતા ટ્રેનમાં મુસાફરીના નિયમોમાં વધતા-ઓછા ફેરફાર જોવા મળશે. કંપનીએ હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સ્ટાફની ટ્રેનિંગ પણ શરુ કરી દીધી છે. IRCTCએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને તેજસ એક્સપ્રેસને ફરીથી દોડાવવા પ્રયાસ શરુ કાર્ય છે. તેજસ એક્સપ્રેસની બંને ટ્રેનો 17 ઓક્ટોબરથી ટ્રેક પર દોડશે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોના વાઈરસ મહામારીને કારણે 19 માર્ચથી લોકડાઉન સાથે તેજસ એક્સપ્રેસના પૈડાં પણ થંભી ગયા હતા. લગભગ એક વર્ષ પહેલા લખનૌથી નવી દિલ્હી માટે કોર્પોરેટ સેક્ટરમાં દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ શરૂ થઈ હતી. તેજસ એક્સપ્રેસમાં 758 મુસાફરો માટેની સુવિધા છે. ટ્રેનમાં 56 સીટ એક્ઝિક્યુટિવ ક્લાસની છે અને બાકીની બેઠકો એસી ચેર ક્ષેણીમાં છે. આધુનિક સુવિધાવાળી આ ટ્રેન મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેજસ દેશની પહેલી ટ્રેન છે જે મુસાફરીના સમયમાં મોડું થાય ત્યારે મુસાફરોને વળતર આપવાની તૈયારી બતાવે છે. ટ્રેનમાં કોવીડ 19 મહામારીને લઈ કેટલાક નિયમો પણ લાગૂ કરાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તેજસમાં મુસાફરી દરમ્યાન આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

1. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા દરેક મુસાફરની બાજુની સીટ ખાલી રહેશે.

2. સીટ એક્સચેન્જની મંજૂરી નહીં મળે

3. મુસાફરો અને તેજસ એક્સપ્રેસના સ્ટાફને માસ્ક પહેરવાનું રહેશે.

4. મુસાફરોને આરોગ્ય સેતુમાં રજીસ્ટ્રેશન રાખવા અનુરોધ કરાશે.

5. ટિકિટ બુકિંગ સમયે મુસાફરોને વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવશે, જેનું પાલન કરવાનું રહેશે

6. બધા મુસાફરોએ કોચમાં પ્રવેશતા પહેલા થર્મલ સ્ક્રિનીંગ અને હાથ પણ સેનિટાઈઝ કરવાના રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article