દેશના અર્થતંત્ર માટે રાહતના સમાચાર, GST કલેક્શનનો આંકડો સતત બીજા મહિને 1 લાખ કરોડને પાર

|

Dec 01, 2020 | 4:37 PM

કોરોનાના આતંકથી બહાર આવતા  દેશમાં હવે આર્થિક પ્રવૃત્તિમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST ) કલેક્શનના આંકડા અચ્છે દિન આવવા તરફ ઈશારો કરી રહ્યા છે. સરકારી માહિતી અનુસાર નવેમ્બર 2020માં કુલ જીએસટી કલેક્શન 1,04,963 કરોડ રૂપિયા રહ્યું હતું. જીએસટી કલેક્શનનો આંકડો 1 લાખ કરોડને પાર કરી જતા મોટી રાહત માનવામાં આવી […]

દેશના અર્થતંત્ર માટે રાહતના સમાચાર,  GST કલેક્શનનો આંકડો સતત બીજા મહિને 1 લાખ કરોડને પાર

Follow us on

કોરોનાના આતંકથી બહાર આવતા  દેશમાં હવે આર્થિક પ્રવૃત્તિમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST ) કલેક્શનના આંકડા અચ્છે દિન આવવા તરફ ઈશારો કરી રહ્યા છે. સરકારી માહિતી અનુસાર નવેમ્બર 2020માં કુલ જીએસટી કલેક્શન 1,04,963 કરોડ રૂપિયા રહ્યું હતું. જીએસટી કલેક્શનનો આંકડો 1 લાખ કરોડને પાર કરી જતા મોટી રાહત માનવામાં આવી રહી છે. આ સતત બીજો મહિનો છે, જયારે સારું કલેક્શન થયું છે. જીએસટી કલેક્શન ઓક્ટોબર 2020માં 1,05,155 કરોડ રૂપિયા હતું. નવેમ્બર મહિનામાં CGST દ્વારા રૂ. 19,189 કરોડ અને SGST દ્વારા 25,540 કરોડ અને IGSTથી 51,992 કરોડની આવક પ્રાપ્ત થાય છે.  30 નવેમ્બર સુધીમાં 82 લાખ જીએસટીઆર -3 બી રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક નજર વર્ષ 2020માં થયેલા જીએસટી કલેક્શન ઉપર

મહિનો કલેક્શન  (કરોડ રૂપિયા )
જાન્યુઆરી 1,10,828
ફેબ્રુઆરી 1,05,366
માર્ચ 97,597
એપ્રિલ 32,172
મે 62,151
જૂન 90,917
જુલાઈ 87,422
ઓગષ્ટ 86,449
સપ્ટેમ્બર 95,480
ઓક્ટોબર 1,05,155
નવેમ્બર 1,04,963


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જીએસટીની આવકમાં હાલના સુધારણાના વલણને કારણે નવેમ્બર 2020ની આવકમાં એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 1.4%ની  વૃદ્ધિ જોવા મળી છે. આ  મહિનામાં માલની આયાતથી થતી આવકમાં 9.9% નો વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article