દેશમાં કારોબાર વધતા વીજળીની માંગ વધી, ઈમ્પોર્ટડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં વધારો

|

Sep 21, 2020 | 11:24 AM

કોરોનાની ડરીને નહિ પરંતુ કોરોના સાથે સાવચેતી રાખી હવે ભારતવાસીઓ જીવતા શીખવા માંડ્યા છે. કોરોના સંક્રમણના મામલાઓ ભલે દેશમાં મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે પરંતુ સામે ચાલુ મહિનામાં આર્થિક  તેજીના આંકડા પણ નજરે પડી રહ્યા છે. સપ્ટેમ્બરમાં  ઇ-વે બિલ, વીજળીની ખપત અને પેમેન્ટ કરવાના દરમાં  વૃદ્ધિ દેખાઈ  છે જે અર્થતંત્ર માટે સારો સંકેત માનવામાં […]

દેશમાં કારોબાર વધતા વીજળીની માંગ વધી, ઈમ્પોર્ટડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં વધારો

Follow us on

કોરોનાની ડરીને નહિ પરંતુ કોરોના સાથે સાવચેતી રાખી હવે ભારતવાસીઓ જીવતા શીખવા માંડ્યા છે. કોરોના સંક્રમણના મામલાઓ ભલે દેશમાં મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે પરંતુ સામે ચાલુ મહિનામાં આર્થિક  તેજીના આંકડા પણ નજરે પડી રહ્યા છે. સપ્ટેમ્બરમાં  ઇ-વે બિલ, વીજળીની ખપત અને પેમેન્ટ કરવાના દરમાં  વૃદ્ધિ દેખાઈ  છે જે અર્થતંત્ર માટે સારો સંકેત માનવામાં આવે છે.

એક અહેવાલ અનુસાર  હાઈ ફ્રીક્વેન્સી ઇન્ડસ્ટ્રીઝમાં સતત સુધારો જોવા મળી રહ્યા છે. વીજળીની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં પેમેન્ટ્સ ડેટા અને ઇમ્પોર્ટ ડ્યુટી ક્લેક્શન પણ પ્રગતિમાં દેખાઈ રહ્યુંછે. યુપીઆઈ ,આઈએમપીએસ, ફાસ્ટ ટેગ દ્વારા આર્થિક વ્યવહાર ઓગસ્ટની સરખામણીએ વધ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જૂન, જુલાઈ અને ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં રેલવેમમાં માલસામાનની હેરફેર વધુ થઈ રહી છે. કોરોના પછી અનલોકની પરિસ્થિતિમાં ભારતની રિકવરીનો દર ઘણો ધીમો માનવામાં આવી રહ્યો છે. ભારતમાં હજુ સામાન્ય જીવન જીવતા લોકો ડર અનુભવે છે ઘરની બહાર નીકળવાનું  ટાળવામાં આવે છે જેની અસર માર્કેટમાં ડિમાન્ડ ઉપર પડી રહી છે જોકે સપ્ટેમ્બરમાં આગળના મહિનાઓની સરખામણીમાં બજારમાં ચલપહલ વધી છે. ભારતમાં ઓગસ્ટમાં ૧૩.૮૫ લાખ કરોડના ૪.૮૭ કરોડ ઈ – વે  બિલ જનરેટ થયા છે. જુલાઈમાં ૧૩.૬૬ લાખ કરોડના ૪.૭૬ કરોડ ઈ – વે બિલ જનરેટ થયા હતા પરંતુ સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ સારી દેખાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article