આ ડિફેન્સ સ્ટોકનો ડબલ ધમાકો…1 શેર પર આપશે 23 રૂપિયા ડિવિડન્ડ, Stock splitની પણ કરી જાહેરાત

|

Oct 29, 2024 | 7:52 PM

કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથેના એક શેર પર 23.19 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે.

આ ડિફેન્સ સ્ટોકનો ડબલ ધમાકો...1 શેર પર આપશે 23 રૂપિયા ડિવિડન્ડ, Stock splitની પણ કરી જાહેરાત
Mazagon Dock

Follow us on

ડિફેન્સ સ્ટોક Mazagon ડોક શિપબિલ્ડર્સ લિમિટેડના શેર્સ આવતીકાલે એટલે કે બુધવારે એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે વેપાર કરશે. કંપનીએ રોકાણકારોને પ્રતિ શેર રૂ. 23.19નું ડિવિડન્ડ આપશે. આજે એટલે કે 19 ઓક્ટોબરના રોજ BSEમાં કંપનીના શેર રૂ.4012.25ના સ્તરે બંધ થયા હતા.

30 ઓક્ટોબર રેકોર્ડ ડેટ

Mazagon ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથેના એક શેર પર 23.19 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ આ ડિવિડન્ડ માટે 30 ઓક્ટોબર, 2024ને રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ એક્સ-ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારબાદ કંપનીએ યોગ્ય રોકાણકારોને એક શેર પર રૂ. 12.11નું ડિવિડન્ડ આપ્યું હતું.

કંપનીના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે

Mazagon ડોક શિપબિલ્ડર્સ લિમિટેડના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે કંપનીનો એક શેર 2 ભાગમાં વહેંચવામાં આવશે. આ સ્ટોક સ્પ્લિટ પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને રૂ.5 થઈ જશે. જોકે, કંપનીએ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

શેરબજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે ?

છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 95 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો છેલ્લા 6 મહિનામાં આ શેરની કિંમતમાં 66 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં આ શેરના ભાવમાં 4.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 5,859.95 છે, કંપનીનું 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 1,797.10 છે. કંપનીનું માર્કેટ કેપ 80,923.07 રૂપિયા છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 7:50 pm, Tue, 29 October 24

Next Article