કોરોનાકાળમાં વેચાણ ઘટતા, Harley-Davidson ભારતમાથી વિદાય લેવાના મૂડમા, ભારતનું યુનિટ વેચવા અથવા ભાગીદાર શોધી તેને સોપવા તૈયારી

|

Sep 08, 2020 | 5:37 AM

  મોટરસાઈકલક્ષેત્રે વૈભવનું પ્રતીક ગણાતી Harley-Davidsonના ઉત્પાદકોને પણ કોરોનનું ગ્રહણ નડયું છે. કોરોના બાદ  ભારતમાં માત્ર ૧૦૦ બાઈકનું જ વેચાણ થતા, કંપનીએ ભારતમાંથી ઉચાળા ભરવાનું વિચાર્યુ છે.  Harley-Davidson કંપનીએ ભારતમાં મેન્યુફેક્ચરીગ જોબ સમેટવા માંડયુ છે.  બીજી તરફ સ્થાનિક ઓટો મેકર્સ તરફ મિત્રતાનો હાથ પણ લંબાવ્યો છે જેમાં કેટલીક કંપનીઓએ રસ દાખવ્યો છે Web Stories View […]

કોરોનાકાળમાં વેચાણ ઘટતા,  Harley-Davidson ભારતમાથી વિદાય લેવાના મૂડમા, ભારતનું યુનિટ વેચવા અથવા ભાગીદાર શોધી તેને સોપવા તૈયારી

Follow us on

 

મોટરસાઈકલક્ષેત્રે વૈભવનું પ્રતીક ગણાતી Harley-Davidsonના ઉત્પાદકોને પણ કોરોનનું ગ્રહણ નડયું છે. કોરોના બાદ  ભારતમાં માત્ર ૧૦૦ બાઈકનું જ વેચાણ થતા, કંપનીએ ભારતમાંથી ઉચાળા ભરવાનું વિચાર્યુ છે.  Harley-Davidson કંપનીએ ભારતમાં મેન્યુફેક્ચરીગ જોબ સમેટવા માંડયુ છે.  બીજી તરફ સ્થાનિક ઓટો મેકર્સ તરફ મિત્રતાનો હાથ પણ લંબાવ્યો છે જેમાં કેટલીક કંપનીઓએ રસ દાખવ્યો છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અમેરિકન કંપની Harley-Davidson ને ભારતમાં ધર્યો પ્રતિસાદ નથી મળી રહ્યો જેના કારણે કંપની ભારતમાંથી મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સમેટી લઇ શકે છે. Harley-Davidsonનું અનુમાન હતું કે ભારતમાં એક ચોક્કસ વર્ગ સ્ટેટ્સ સિમ્બોલ તરીકે તેમની બાઈક ખરીદશે પણ હકીકત કંઈક અલગ નીકળી છે. કોરોને બિઝનેસમાં પડતા ઉપર પાટુ મારતા નજીકના ભવિષ્યમાં પણ વેચાણ વધે તેવા સંકેત ના દેખાતા Harley-Davidson ભારતને અલવિદા કહી શકે છે.

હરિયાણાના બાવલમાં આવેલા પોતાના પ્લાન્ટને કંપની બીજા ઓટોમેકરને વેચી દેવા આયોજન કરી રહી છે તો સાથેસાથે ભારતીય ઓટો મેકર્સ તરફ ભાગીદારી માટે પણ પ્રયાસ શરુ કાર્ય છે જેમાં કેટલીક કંપનીઓએ રસ પણ લીધો છે વર્ષ ૨૦૧૯માં Harley-Davidsonએ ભારતમાં 2500 યુનિટ વેચ્યા હતા જે કંપનીના અપેક્ષાથી ઓછા હતા તો કોરોનાકાળમાં એપ્રિલથી જૂનના ગાળામાં તેના માત્ર 100 બાઈક વેચાયા છે. કંપની એક્ઝિટ મોડમાં હોવાનો ખ્યાલ એ ઉપરથી આવી રહ્યો છે કે સ્ટોક ક્લીયર કરવા માટે કંપનીએ 77 હજાર સુધી જંગી ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે. ભારતમાં પોતાનો પ્લાન્ટ બંધ કરશે તો પણ કંપની ભારતમાં આફ્ટર સેલ્સ સર્વિસ અને વિદેશના પ્લાન્ટમાં બનેલા બાઈક્સનું વેચાણ પણ ચાલુ રાખશે.

Next Article