શું તમારા પાકીટમાં ડેબિટ કાર્ડ છે ? તો તમને મળી શકે છે ₹10 લાખનો મફત વીમો, જાણો શું છે પ્રોસેસ

શું તમને ખબર છે કે, તમારા ખિસ્સામાં રહેલું ડેબિટ કાર્ડ ₹10 લાખ સુધીની ફ્રી ઇન્શ્યોરન્સ પોલિસી પણ આપે છે? ખાસ વાત એ છે કે, આ વીમા માટે બેંક તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ નથી લેતી.

શું તમારા પાકીટમાં ડેબિટ કાર્ડ છે ? તો તમને મળી શકે છે ₹10 લાખનો મફત વીમો, જાણો શું છે પ્રોસેસ
| Updated on: Feb 24, 2026 | 8:37 PM

આજના યુગમાં દરેક બેંક ખાતાધારકના ખિસ્સામાં ડેબિટ કાર્ડ (Debit Card) હોય છે પરંતુ 95% ભારતીયોને એ ખબર નથી હોતી કે, તેમનું આ કાર્ડ એક ફ્રી ઇન્શ્યોરન્સ પોલિસી (મફત વીમો) પણ છે. વાત એમ છે કે, બેંક પોતાના ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ કે પ્રીમિયમ વગર લાખો રૂપિયાનો જીવન વીમો અને અકસ્માત કવર પૂરું પાડે છે.

જો તમે પણ તમારા કાર્ડનો ઉપયોગ ફક્ત શોપિંગ કે રોકડ ઉપાડવા માટે જ કરો છો, તો આ સમાચાર તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંક તમારા કાર્ડની ‘કેટેગરી’ મુજબ વીમાની રકમ નક્કી કરે છે. આ રકમ 1 લાખ રૂપિયાથી શરૂ કરીને 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

  1. RuPay કાર્ડ: સામાન્ય રીતે 1 લાખ રૂપિયા સુધીનું કવર.
  2. Platinum/Gold કાર્ડ: 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની સુરક્ષા.
  3. પ્રીમિયમ કાર્ડ (Visa Infinite/Mastercard World): 10 લાખ રૂપિયા અથવા તેનાથી પણ વધુનું કવર.

આમાં પર્સનલ એક્સિડન્ટ (મૃત્યુ) ની સાથે સાથે ઘણી વખત એર એક્સિડન્ટ અને કાર્ડ ફ્રોડ જેવી સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.

કાર્ડનું એક્ટિવ હોવું જરૂરી:

આ ફ્રી ઇન્શ્યોરન્સનો લાભ ત્યારે જ મળે છે, જ્યારે તમારું કાર્ડ એક્ટિવ સ્થિતિમાં હોય. બેંકનો એક એક્ટિવિટી પીરિયડ (Activity Period) હોય છે.

દુર્ઘટના થવાની તારીખથી છેલ્લા 60 થી 90 દિવસની અંદર તે કાર્ડ દ્વારા ઓછામાં ઓછું એક સક્સેસફૂલ ટ્રાન્ઝેક્શન (ATM, POS અથવા Online) થયેલું હોવું જરૂરી છે. જો કાર્ડ મહિનાઓથી ખાનામાં બંધ પડ્યું હોય, તો ઇન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ (નામંજૂર) થઈ શકે છે.

ક્લેમની સાચી પ્રક્રિયા:

કોઈપણ અણધારી ઘટના કે દુર્ઘટનાના કિસ્સામાં, પરિવારના સભ્યો (વારસદાર/નોમિની) એ નીચે મુજબના પગલાં લેવા જોઈએ:

  • બેંકને જાણ કરવી: અકસ્માત કે દુર્ઘટનાના 30 થી 60 દિવસની અંદર બેંકને લેખિતમાં જાણ કરવું જરૂરી છે.
  • જરૂરી દસ્તાવેજો: ક્લેમ ફોર્મની સાથે FIR ની નકલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને નોમિનીના KYC દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
  • સક્રિયતાનો પુરાવો: બેંક સ્ટેટમેન્ટની નકલ જોડવી જે સાબિત કરે કે, દુર્ઘટનાના સમયે કાર્ડ એક્ટિવ (સક્રિય) હતું.

આજથી જ કરો આ કામ:

મોટાભાગના લોકો માહિતીના અભાવે આ વીમાની રકમને બેંકમાં જ છોડી (ક્લેમ કરતા નથી) દે છે. તમારી બેંકની વેબસાઇટ પર જઈને અથવા કસ્ટમર કેર સાથે વાત કરીને આજે જ જાણી લો કે, તમારા કાર્ડ પર કેટલો વીમો મળે છે. આ એક નાનકડી જાણકારી મુશ્કેલ સમયમાં તમારા પરિવારનો મોટો સહારો બની શકે છે.

આ પણ વાંચો: Stock Market : રોકાણકારો માટે લોટરી સમાન તક, કંપનીએ કરી 10 ગણા શેર આપવાની જાહેરાત