Dare To Dream Awards 2022: નવા ભારતના શ્રેષ્ઠ બિઝનેસ લીડર્સનું સન્માન થયું, જુઓ એવોર્ડ વિનર્સનું સંપૂર્ણ લિસ્ટ

|

Nov 18, 2022 | 6:16 PM

બદલાવ લાવનારા આ સપના દ્વારા નવા ભારતના નિર્માણ કરનારા એમએસએમઈ સેક્ટરના આવા બિઝનેસ લીડર્સનું સન્માન TV9 નેટવર્કે એસઈપી સાથે મળીને કર્યુ છે. આ કાર્યક્રમમાં નવા ભારતના ઉત્તમ બિઝનેસ લીડર્સનું સન્માન કરવામાં આવ્યુ હતું.

Dare To Dream Awards 2022: નવા ભારતના શ્રેષ્ઠ બિઝનેસ લીડર્સનું સન્માન થયું, જુઓ એવોર્ડ વિનર્સનું સંપૂર્ણ લિસ્ટ
Dare to Dream Awards 2022

Follow us on

સમયની સાથે સાથે દુનિયામાં આગળ વધી રહી છે. બદલાતા સમય સાથે ભારતનું મહત્વ આખી દુનિયામાં વધી રહ્યુ છે. નવુ ભારત દુનિયાના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યુ છે. તેની પાછળનું કારણ ભારતીયોના કામ અને તેમના સપનાને હકીકતમાં બદલવાનું ઝનૂન છે. બદલાવ લાવનારા આ સપના દ્વારા નવા ભારતના નિર્માણ કરનારા એમએસએમઈ સેક્ટરના આવા બિઝનેસ લીડર્સનું સમ્માન TV9 નેટવર્કે એસઈપી સાથે મળીને કર્યુ છે.

આ કાર્યક્રમમાં નવા ભારતના ઉત્તમ બિઝનેસ લીડર્સનું સન્માન કરવામાં આવ્યુ હતુ. મુંબઈમાં યોજાયેલા આ ભવ્ય સન્માન સમારોહમાં ‘ડેયર ટૂ ડ્રીમ’ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ એવોર્ડ એ મંચ છે જ્યાં ઈનોવેશન, ટેકનીક, ડિજિટલ ટ્રાંસફોરમેશન જેવા ક્ષેત્રોમાં કઈક ખાસ અને અલગ કામ કરનારા બિઝનેસ લીડર્સનું સન્માન કરવામાં આવે છે.

નવા ભારતને કેન્દ્રમાં રાખીને આપવામાં આવે છે એવોર્ડ

એસઈપીના સીનિયર માર્કેટિંગ ડાયરેક્ટર નિકિતા દાસ અનુસાર, આ વર્ષે એવોર્ડની થીમ નવા ભારતના અગ્રણી બિઝનેસમેન હતા. તેમણે આગળ કહ્યુ કે, આ થીમ ભવિષ્યથી પ્રેરિત છે. આપણા આવતા 25 વર્ષ પર ધ્યાન આપવુ પડશે. કારણ કે ભારતને વિકસિત દેશોમાં સામેલ કરવા માટે આ 25 વર્ષ એ મહત્વનો સમય છે. તેને જોતા આ એવોર્ડમાં તે લોકોની સફળતાની ઊજવણી કરવામાં આવી જે એસએસઈ સેક્ટરમાં આવતા 25 વર્ષ દરમિયાન ભારતની સફળતાનું નેતૃત્વ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ એવોર્ડની પ્રેરણા વડાપ્રધાન મોદીના એ વિચાર પરથી લેવામાં આવી છે જે વિચાર તેમણે લાલ કિલ્લા પરથી દેશ સામે મુક્યો હતો. તે વિચાર અનુસાર આઝાદીના 100 વર્ષો એટલે કે વર્ષ 2047 સુધી ભારત વિકાસશીલ દેશોની લિસ્ટમાંથી નિકળીને વિકસિત દેશોમાં સામેલ થઈ જાય. તેને ધ્યાનમાં રાખીને ડેયર ટૂ ડ્રીમ એવોર્ડ એવા નાના અને ઉત્તમ કામ કરનારા બિઝનેસમેનનું સન્માન કરી રહ્યુ છે. તેઓ વિકસિત દેશઓમાં સામેલ થવાના આ 25 વર્ષના મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપશે.

આ કાર્યક્રમમાં એમએસએમઈ રાજ્યમંત્રી ભાનુ પ્રતાપ સિંહ વર્મા મુખ્ય અતિથિ હતા. તેમની સાથે મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. રાજ્યમંત્રી ભાનુ પ્રતાપ સિંહે આ અવસર પર સમ્માન પ્રાપ્ત કરનારા લોકોને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યુ કે TV9 નેટવર્ક અને એસઈપી દ્વારા કરવામાં આવેલા આ સમ્માનથી એસએમઈના વિશ્વાસ વધવાની સાથે બીજા લોકોને પણ મોટુ વિચારવાનું પ્રોત્સાહન મળશે.

એવોર્ડ વિનર્સનું લિસ્ટ

CATEGORY WINNER
COMPANY OF THE YEAR IMAGINE MARKETING LIMITED (BOAT)
COMPANY OF THE YEAR (LIFE SCIENCES) BRINTON PHARMACEUTICALS
COMPANY OF THE YEAR (IM&C) IMPERIAL AUTO
COMPANY OF THE YEAR (CPG & RETAIL) PRAMA INDIA PRIVATE LIMITED
COMPANY OF THE YEAR ENGINEERING (CONSTRUCTION & OPERATIONS) PANCHSHIL REALTY
COMPANY OF THE YEAR (LIFE SCIENCES) SAI SURFACTANTS PVT. LTD
COMPANY OF THE YEAR (CPG & RETAIL) PARAYIL FOOD PRODUCTS PVT. LTD.
COMPANY OF THE YEAR (CHEMICALS) VISHNU CHEMICALS LTD
COMPANY OF THE YEAR (CHEMICALS) BEST VALUE CHEM
CATEGORY WINNER
SOCIAL IMPACT CHAMPION OF THE YEAR (NORTH) AVON CYCLES LTD
SOCIAL IMPACT CHAMPION OF THE YEAR (WEST) ERIS LIFESCIENCES PVT. LTD.
BEST GREEN INITIATIVE COMPANY (SOUTH) MECWIN TECHNOLOGIES
BEST GREEN INITIATIVE COMPANY (WEST) RUBAMIN
BEST GREEN INITIATIVE COMPANY OF THE YEAR CHARGE ZONE
BEST GREEN INITIATIVE COMPANY (SOUTH) EMMVEE PHOTOVOLTAIC POWER
BEST GREEN INITIATIVE COMPANY (EAST) VIKRAM SOLAR
DARE TO DREAM SPECIAL RECOGNITION GHODAWAT CONSUMER
DARE TO DREAM SPECIAL RECOGNITION AETHER INDUSTRIES LIMITED

 

Next Article