સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા(Dearness Allowance)ને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાણા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થા (DA)ને જાન્યુઆરી 2022થી જ લાગુ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને DAમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું હતું. તે કર્મચારીના બેઝિક પર ગણવામાં આવે છે. મોંઘવારીના વધેલા દરોમાંથી કર્મચારીઓને રાહત આપવા માટે સરકાર ભથ્થામાં વધારો કરે છે. એ જ રીતે તે પેન્શનરોને મોંઘવારીમાંથી એક રાત આપવા માટે ડીઆરમાં પણ વધારો કરે છે.
નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે વધેલા ડીએની ગણતરી જાન્યુઆરીથી જ કરવામાં આવશે. ટૂંક સમયમાં તે કર્મચારીઓ અને પેન્શનરોને દર મહિને મળતી રકમમાં ચૂકવવામાં આવશે જ્યારે પાછલા મહિનાના એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે ડીએ વધારવાનો નિર્ણય 7મા પગાર પંચની ભલામણો અનુસાર લેવામાં આવ્યો છે જે પ્રવર્તમાન મોંઘવારી દર અને કર્મચારીઓ પર વધતા બોજને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવશે. ડીએ તરીકે 3 ટકાની રકમ કર્મચારીઓના માસિક પગારમાં ઉમેરવામાં આવશે જ્યારે આ રકમ પેન્શનરોને દર મહિને મળતા પેન્શનમાં ઉમેરવામાં આવશે.
આ પણ વાંચો : શું તમારું Mutual Fund સ્કીમમાં રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે? આ સંકેત દેખાય તો તરત જ તમારા પૈસા ઉપાડી લો
આ પણ વાંચો : Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક