ક્રિપ્ટો કરન્સી આસમાને, ચાલુ વર્ષે ૧૭૫% વધારા સાથે એક બિટકોઈનની કિંમત ૧૪.૬૨ લાખ રૂપિયા પહોંચી

|

Dec 02, 2020 | 8:58 AM

ક્રિપ્ટોકરન્સી બિટકોઇન  રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સપ્તાહના પ્રારંભમાં બિટકોઇન 9% વધ્યો છે .  બીટકોઈન વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તરે એટલેકે  19,860 ડોલર પર પહોંચી ગયું છે જેનું મૂલ્ય ભારતીય કરન્સી રૂપિયામાં  14 લાખ 62 હજાર જેટલું થાય છે.  આ અગાઉ ડિસેમ્બર 2017 માં બિટકોઇન પ્રતિ યુનિટ 19,873 ડોલર  સુધી પહોંચ્યો હતો. 2020 માં  બિટકોઇનએ […]

ક્રિપ્ટો કરન્સી આસમાને, ચાલુ વર્ષે ૧૭૫% વધારા સાથે એક બિટકોઈનની કિંમત ૧૪.૬૨ લાખ રૂપિયા પહોંચી

Follow us on

ક્રિપ્ટોકરન્સી બિટકોઇન  રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સપ્તાહના પ્રારંભમાં બિટકોઇન 9% વધ્યો છે .  બીટકોઈન વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તરે એટલેકે  19,860 ડોલર પર પહોંચી ગયું છે જેનું મૂલ્ય ભારતીય કરન્સી રૂપિયામાં  14 લાખ 62 હજાર જેટલું થાય છે.  આ અગાઉ ડિસેમ્બર 2017 માં બિટકોઇન પ્રતિ યુનિટ 19,873 ડોલર  સુધી પહોંચ્યો હતો.

2020 માં  બિટકોઇનએ મોટી છે.  આશ્ચર્ય વચ્ચે આ વર્ષે અત્યાર સુધીમાં તેની કિંમતમાં 175% નો વધારો થયો છે. કોરોનાએ દસ્તક દીધી ત્યારે બીટકોઈનનો ભાવ માર્ચમાં પ્રતિ યુનિટ 4000 સુધી ગગડી ગયો હતો પરંતુ, બાદમાં ડોલરની નબળાઈને કારણે બિટકોઇન ઝડપથી વધી રહ્યો છે. યુ.એસ.ની એક બ્રોકરેજ અને ટ્રેડિંગ ફર્મનું કહેવું છે કે  ઈન્ડિવિઝ્યુઅલ અને એસેટ મેનેજરો મોટી સંખ્યામાં બીટકોઇન્સ ખરીદી રહ્યા છે. હાલમાં લગભગ 365 અબજ ડોલરના  બિટકોઇન્સ વ્યવહારમાં   છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક એ આગાહી કરી છે કે બિટકોઇન એક સમયે સોનાનું સ્થાન લઈ શકે છે.  નાના ક્રિપ્ટોકરન્સીમાં એથેરિયમ, એક્સઆરપી, લાઇટકોઇન અને સ્ટેલરની કિંમતોમાં વધારાને કારણે બિટકોઇન પણ વેગ પકડી રહ્યો છે. બિટકોઇનની શોધ 2008 માં થઈ હતી. જે સત્તાવાર  2009 માં બજારમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજી સુધી બિટકોઇન સહિતની કોઈપણ ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Published On - 8:53 am, Wed, 2 December 20

Next Article